यः पापाटवीपावको द्रव्यभावनोकर्मभ्यः सकाशाद् भिन्नमात्मानं सहजगुण-[निलयं मध्यस्थभावनायां भावयति तस्याविकृतिकरण-] अभिधानपरमालोचनायाः स्वरूपमस्त्येवेति ।
रन्तःशुद्धः शमदमगुणाम्भोजिनीराजहंसः ।
नित्यानंदाद्यनुपमगुणश्चिच्चमत्कारमूर्तिः ।।१६२।।
અન્વયાર્થઃ — [मध्यस्थभावनायाम्] જે મધ્યસ્થભાવનામાં [कर्मणः भिन्नम्] કર્મથી ભિન્ન [आत्मानं] આત્માને — [विमलगुणनिलयं] કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને — [भावयति] ભાવે છે, [अविकृतिकरणम् इति विज्ञेयम्] તે જીવને અવિકૃતિકરણ જાણવું.
ટીકાઃ — અહીં શુદ્ધોપયોગી જીવની પરિણતિવિશેષનું (ખાસ પરિણતિનું) કથન છે.
પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન આત્માને — કે જે સહજ ગુણોનું નિધાન છે તેને — મધ્યસ્થભાવનામાં ભાવે છે, તેને અવિકૃતિકરણ-નામક પરમ-આલોચનાનું સ્વરૂપ વર્તે છે જ.
[હવે આ ૧૧૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ નવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આત્મા નિરંતર દ્રવ્યકર્મ અને નોકર્મના સમૂહથી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને શમ-દમગુણરૂપી કમળોનો રાજહંસ છે (અર્થાત્ જેમ રાજહંસ કમળોમાં કેલિ કરે છે તેમ આત્મા શાંતભાવ અને જિતેંદ્રિયતારૂપી ગુણોમાં રમે છે). સદા આનંદાદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્યચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત પરને ( – સમસ્ત પરદ્રવ્યભાવોને) ગ્રહતો નથી જ. ૧૬૨.
૨૧૬ ]