राशौ नित्यं विशदविशदे क्षालितांहःकलंकः ।
ज्ञानज्योतिःप्रतिहततमोवृत्तिरुच्चैश्चकास्ति ।।१६३।।
र्दुःखादिभिः प्रतिदिनं परितप्यमाने ।
यायादयं मुनिपतिः समताप्रसादात् ।।१६४।।
तद्धेतुभूतसुकृतासुकृतप्रणाशात् ।
मुक्त्वा मुमुक्षुपथमेकमिह व्रजामि ।।१६५।।
[શ્લોકાર્થઃ — ] જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશદ-વિશદ (અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યાં છે અને જેણે ઇન્દ્રિયસમૂહના કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. ૧૬૩.
[શ્લોકાર્થઃ — ] સંસારનાં ઘોર, *સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિકથી પ્રતિદિન પરિતપ્ત થતા આ લોકમાં આ મુનિવર સમતાના પ્રસાદથી શમામૃતમય જે હિમ-રાશિ (બરફનો ઢગલો) તેને પામે છે. ૧૬૪.
[શ્લોકાર્થઃ — ] મુક્ત જીવ વિભાવસમૂહને કદાપિ પામતો નથી કારણ કે તેણે તેના હેતુભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. તેથી હવે હું સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મજાળને
*સહજ = સાથે જન્મેલ અર્થાત્ સ્વાભાવિક. [નિરંતર વર્તતી આકુળતારૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. અર્થાત્ સંસાર સ્વભાવથી જ દુઃખમય છે. તે ઉપરાંત તીવ્ર અશાતા વગેરેનો આશ્રય કરનારાં ઘોર દુઃખોથી પણ સંસાર ભરેલો છે.]