शुभमशुभसुकर्म प्रस्फु टं तद्विदित्वा ।
तमहमभिनमामि प्रत्यहं भावयामि ।।१६८।।
न विषयमिदमात्मज्योतिराद्यन्तशून्यम् ।
છોડીને એક મુમુક્ષુમાર્ગે જાઉં છું (અર્થાત્ મુમુક્ષુઓ જે માર્ગે ચાલ્યા છે તે જ એક માર્ગે ચાલું છું). ૧૬૫.
[શ્લોકાર્થઃ — ] પુદ્ગલસ્કંધો વડે જે અસ્થિર છે (અર્થાત્ પુદ્ગલસ્કંધોના આવવા- જવાથી જે એકસરખી રહેતી નથી) એવી આ ભવમૂર્તિને ( – ભવની મૂર્તિરૂપ કાયાને) છોડીને હું સદાશુદ્ધ એવો જે જ્ઞાનશરીરી આત્મા તેનો આશ્રય કરું છું. ૧૬૬.
[શ્લોકાર્થઃ — ] શુભ અને અશુભથી રહિત શુદ્ધચૈતન્યની ભાવના મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે. ૧૬૭.
[શ્લોકાર્થઃ — ] પાંચ પ્રકારના (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવના પરાવર્તનરૂપ) સંસારનું મૂળ વિવિધ ભેદવાળું શુભાશુભ કર્મ છે એમ સ્પષ્ટ જાણીને, જે જન્મમરણ રહિત છે અને પાંચ પ્રકારની મુક્તિ દેનાર છે તેને ( – શુદ્ધાત્માને) હું નમું છું અને પ્રતિદિન ભાવું છું. ૧૬૮.
[શ્લોકાર્થઃ — ] આ રીતે આદિ-અંત રહિત એવી આ આત્મજ્યોતિ સુલલિત
૨૧૮ ]