૨૩૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं ।
पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ।।११७।।
किं बहुना भणितेन तु वरतपश्चरणं महर्षीणां सर्वम् ।
प्रायश्चित्तं जानीह्यनेककर्मणां क्षयहेतुः ।।११७।।
इह हि परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वराणां निश्चयप्रायश्चित्तम् । एवं समस्ता-
चरणानां परमाचरणमित्युक्त म् ।
बहुभिरसत्प्रलापैरलमलम् । पुनः सर्वं निश्चयव्यवहारात्मकपरमतपश्चरणात्मकं परम-
जिनयोगीनामासंसारप्रतिबद्धद्रव्यभावकर्मणां निरवशेषेण विनाशकारणं शुद्धनिश्चयप्रायश्चित्त-
मिति हे शिष्य त्वं जानीहि ।
બહુ કથન શું કરવું? અરે! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપચરણ ૠષિરાજનું. ૧૧૭.
અન્વયાર્થઃ — [बहुना] બહુ [भणितेन तु] કહેવાથી [किम्] શું? [अनेककर्मणाम्]
અનેક કર્મોના [क्षयहेतुः] ક્ષયનો હેતુ એવું જે [महर्षीणाम्] મહર્ષિઓનું [वरतपश्चरणम्]
ઉત્તમ તપશ્ચરણ [सर्वम्] તે બધું [प्रायश्चित्तं जानीहि] પ્રાયશ્ચિત્ત જાણ.
ટીકાઃ — અહીં એમ કહ્યું છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને
નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ
કહ્યું છે.
બહુ અસત્ પ્રલાપોથી બસ થાઓ, બસ થાઓ. નિશ્ચયવ્યવહારસ્વરૂપ પરમ-
તપશ્ચરણાત્મક એવું જે પરમ જિનયોગીઓને અનાદિ સંસારથી બંધાયેલાં દ્રવ્યભાવ-
કર્મોના નિરવશેષ વિનાશનું કારણ તે બધું શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ, હે શિષ્ય! તું
જાણ.
[હવે આ ૧૧૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે
છેઃ]