Niyamsar (Gujarati). Shlok: 184-186.

< Previous Page   Next Page >


Page 233 of 380
PDF/HTML Page 262 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૩
(द्रुतविलंबित)
अनशनादितपश्चरणात्मकं
सहजशुद्धचिदात्मविदामिदम्
सहजबोधकलापरिगोचरं
सहजतत्त्वमघक्षयकारणम्
।।१८४।।
(शालिनी)
प्रायश्चित्तं ह्युत्तमानामिदं स्यात
स्वद्रव्येऽस्मिन् चिन्तनं धर्मशुक्लम्
कर्मव्रातध्वान्तसद्बोधतेजो
लीनं स्वस्मिन्निर्विकारे महिम्नि
।।१८५।।
(मंदाक्रांता)
आत्मज्ञानाद्भवति यमिनामात्मलब्धिः क्रमेण
ज्ञानज्योतिर्निहतकरणग्रामघोरान्धकारा
कर्मारण्योद्भवदवशिखाजालकानामजस्रं
प्रध्वंसेऽस्मिन् शमजलमयीमाशु धारां वमन्ती
।।१८६।।
[શ્લોકાર્થઃ] અનશનાદિતપશ્ચરણાત્મક (અર્થાત્ સ્વરૂપપ્રતપનરૂપે પરિણમેલું,
પ્રતાપવંત એટલે કે ઉગ્ર સ્વરૂપપરિણતિએ પરિણમેલું) એવું આ સહજ-શુદ્ધ-ચૈતન્યસ્વરૂપને
જાણનારાઓનું સહજજ્ઞાનકળાપરિગોચર સહજતત્ત્વ અઘક્ષયનું કારણ છે. ૧૮૪.
[શ્લોકાર્થઃ] જે (પ્રાયશ્ચિત્ત) આ સ્વદ્રવ્યનું ધર્મ અને શુક્લરૂપ ચિંતન છે, જે
કર્મસમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યગ્જ્ઞાનરૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર
મહિમામાં લીન છે
એવું આ પ્રાયશ્ચિત્ત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ૧૮૫.
[શ્લોકાર્થઃ] યમીઓને (સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની
પ્રાપ્તિ) થાય છેકે જે આત્મલબ્ધિએ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ
કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો
૧. સહજજ્ઞાનકળાપરિગોચર = સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે જણાવાયોગ્ય
૨. અઘ = અશુદ્ધિ; દોષ; પાપ. (પાપ તેમ જ પુણ્ય બન્ને ખરેખર અઘ છે.)
૩. ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ જે સ્વદ્રવ્યચિંતન તે પ્રાયશ્ચિત્ત છે.