૨૩૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(उपजाति)
अध्यात्मशास्त्रामृतवारिराशे-
र्मयोद्धृता संयमरत्नमाला ।
बभूव या तत्त्वविदां सुकण्ठे
सालंकृतिर्मुक्ति वधूधवानाम् ।।१८७।।
(उपेन्द्रवज्रा)
नमामि नित्यं परमात्मतत्त्वं
मुनीन्द्रचित्ताम्बुजगर्भवासम् ।
विमुक्ति कांतारतिसौख्यमूलं
विनष्टसंसारद्रुमूलमेतत् ।।१८८।।
णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो ।
तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा ।।११८।।
अनन्तानन्तभवेन समर्जितशुभाशुभकर्मसंदोहः ।
तपश्चरणेन विनश्यति प्रायश्चित्तं तपस्तस्मात् ।।११८।।
(શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના પર સતત શમજલમયી ધારાને ઝડપથી છોડે
છે — વરસાવે છે. ૧૮૬.
[શ્લોકાર્થઃ — ] અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા
બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવધૂના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ
બની છે. ૧૮૭.
[શ્લોકાર્થઃ — ] મુનીંદ્રોના ચિત્તકમળની ( – હૃદયકમળની) અંદર જેનો વાસ છે, જે
વિમુક્તિરૂપી કાન્તાના રતિસૌખ્યનું મૂળ છે (અર્થાત્ જે મુક્તિના અતીન્દ્રિય આનંદનું મૂળ
છે) અને જેણે સંસારવૃક્ષના મૂળનો વિનાશ કર્યો છે — એવા આ પરમાત્મતત્ત્વને હું નિત્ય
નમું છું. ૧૮૮.
રે! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.
અન્વયાર્થઃ — [अनन्तानन्तभवेन] અનંતાનંત ભવો વડે [समर्जितशुभाशुभकर्मसंदोहः]