કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૫
अत्र प्रसिद्धशुद्धकारणपरमात्मतत्त्वे सदान्तर्मुखतया प्रतपनं यत्तत्तपः प्रायश्चित्तं
भवतीत्युक्त म् ।
आसंसारत एव समुपार्जितशुभाशुभकर्मसंदोहो द्रव्यभावात्मकः पंचसंसारसंवर्धनसमर्थः
परमतपश्चरणेन भावशुद्धिलक्षणेन विलयं याति, ततः स्वात्मानुष्ठाननिष्ठं परमतपश्चरणमेव
शुद्धनिश्चयप्रायश्चित्तमित्यभिहितम् ।
(मंदाक्रांता)
प्रायश्चित्तं न पुनरपरं कर्म कर्मक्षयार्थं
प्राहुः सन्तस्तप इति चिदानंदपीयूषपूर्णम् ।
आसंसारादुपचितमहत्कर्मकान्तारवह्नि-
ज्वालाजालं शमसुखमयं प्राभृतं मोक्षलक्ष्म्याः ।।१८9।।
ઉપાર્જિત શુભાશુભ કર્મરાશિ [तपश्चरणेन] તપશ્ચરણથી [विनश्यति] વિનાશ પામે છે;
[तस्मात्] તેથી [तपः] તપ [प्रायश्चित्तम्] પ્રાયશ્ચિત્ત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), પ્રસિદ્ધ શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતર્મુખ
રહીને જે પ્રતપન તે તપ પ્રાયશ્ચિત્ત છે (અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લીન રહીને પ્રતપવું —
પ્રતાપવંત વર્તવું તે તપ છે અને એ તપ પ્રાયશ્ચિત્ત છે) એમ કહ્યું છે.
અનાદિ સંસારથી જ ઉપાર્જિત દ્રવ્યભાવાત્મક શુભાશુભ કર્મોનો સમૂહ — કે જે
પાંચ પ્રકારના ( – પાંચ પરાવર્તનરૂપ) સંસારનું સંવર્ધન કરવામાં સમર્થ છે તે —
ભાવશુદ્ધિલક્ષણ (ભાવશુદ્ધિ જેનું લક્ષણ છે એવા) પરમતપશ્ચરણથી વિલય પામે છે; તેથી
સ્વાત્માનુષ્ઠાનનિષ્ઠ ( – નિજ આત્માના આચરણમાં લીન) પરમતપશ્ચરણ જ શુદ્ધનિશ્ચય-
પ્રાયશ્ચિત્ત છે એમ કહેવામાં આવ્યું છે.
[હવે આ ૧૧૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે (તપ) અનાદિ સંસારથી સમૃદ્ધ થયેલી કર્મોની મહા અટવીને
બાળી નાખવા માટે અગ્નિની જ્વાળાના સમૂહ સમાન છે, શમસુખમય છે અને મોક્ષલક્ષ્મી
માટેની ભેટ છે, તે ચિદાનંદરૂપી અમૃતથી ભરેલા તપને સંતો કર્મક્ષય કરનારું પ્રાયશ્ચિત્ત
કહે છે, પરંતુ અન્ય કોઈ કાર્યને નહિ. ૧૮૯.