अत्र सकलभावानामभावं कर्तुं स्वात्माश्रयनिश्चयधर्मध्यानमेव समर्थमित्युक्त म् ।
अखिलपरद्रव्यपरित्यागलक्षणलक्षिताक्षुण्णनित्यनिरावरणसहजपरमपारिणामिकभाव - भावनया भावान्तराणां चतुर्णामौदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकानां परिहारं
અન્વયાર્થઃ — [आत्मस्वरूपालम्बनभावेन तु] આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી [जीवः] જીવ [सर्वभावपरिहारं] સર્વભાવોનો પરિહાર [कर्तुम् शक्नोति] કરી શકે છે, [तस्मात्] તેથી [ध्यानम्] ધ્યાન તે [सर्वम् भवेत्] સર્વસ્વ છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય- ધર્મધ્યાન જ સર્વ ભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે.
સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત અખંડ-નિત્યનિરાવરણ-સહજ- પરમપારિણામિકભાવની ભાવનાથી ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક એ ચાર ભાવાંતરોનો *પરિહાર કરવાને અતિ-આસન્નભવ્ય જીવ સમર્થ છે, તેથી જ તે
૨૩૬ ]
*અહીં ચાર ભાવોના પરિહારમાં ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર (ત્યાગ) કરવાનું
કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ શુદ્ધાત્મદ્રવ્યનું જ — સામાન્યનું જ — આલંબન લેવાથી
ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિકભાવનું — શુદ્ધ પર્યાયનું (વિશેષનું) — આલંબન
કરવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતો નથી. માટે ક્ષાયિકભાવનું પણ આલંબન
ત્યાજ્ય છે. આ જે ક્ષાયિકભાવના આલંબનનો ત્યાગ તેને અહીં ક્ષાયિકભાવનો ત્યાગ કહેવામાં
આવ્યો છે.