शुद्धनिश्चयनियमस्वरूपाख्यानमेतत् ।
यः परमतत्त्वज्ञानी महातपोधनो दैनं संचितसूक्ष्मकर्मनिर्मूलनसमर्थनिश्चय- प्रायश्चित्तपरायणो नियमितमनोवाक्कायत्वाद्भववल्लीमूलकंदात्मकशुभाशुभस्वरूपप्रशस्ता- प्रशस्तसमस्तवचनरचनानां निवारणं करोति, न केवलमासां तिरस्कारं करोति किन्तु निखिलमोहरागद्वेषादिपरभावानां निवारणं च करोति, पुनरनवरतमखंडाद्वैतसुन्दरानन्द- निष्यन्द्यनुपमनिरंजननिजकारणपरमात्मतत्त्वं नित्यं शुद्धोपयोगबलेन संभावयति, तस्य नियमेन शुद्धनिश्चयनियमो भवतीत्यभिप्रायो भगवतां सूत्रकृतामिति
અન્વયાર્થઃ — [शुभाशुभवचनरचनानाम्] શુભાશુભ વચનરચનાનું અને [रागादिभाव- वारणम्] રાગાદિભાવોનું નિવારણ [कृत्वा] કરીને [यः] જે [आत्मानम्] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य तु] તેને [नियमात्] નિયમથી ( – નિશ્ચિતપણે) [नियमः भवेत्] નિયમ છે.
ટીકાઃ — આ, શુદ્ધનિશ્ચયનિયમના સ્વરૂપનું કથન છે.
જે પરમતત્ત્વજ્ઞાની મહાતપોધન સદા સંચિત સૂક્ષ્મકર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ નિશ્ચયપ્રાયશ્ચિત્તમાં પરાયણ રહેતો થકો મન-વચન-કાયાને નિયમિત (સંયમિત) કર્યાં હોવાથી ભવરૂપી વેલનાં મૂળ-કંદાત્મક શુભાશુભસ્વરૂપ પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાનું નિવારણ કરે છે, કેવળ તે વચનરચનાનો જ તિરસ્કાર કરતો નથી પરંતુ સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનું નિવારણ કરે છે, વળી અનવરતપણે ( – નિરંતર) અખંડ, અદ્વૈત, સુંદર-આનંદસ્યંદી (સુંદર આનંદઝરતા), અનુપમ, નિરંજન નિજકારણપરમાત્મતત્ત્વની સદા શુદ્ધોપયોગના બળથી સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેને (તે મહાતપોધનને) નિયમથી શુદ્ધનિશ્ચયનિયમ છે એમ ભગવાન સૂત્રકારનો અભિપ્રાય છે.
૨૩૮ ]