Niyamsar (Gujarati). Shlok: 191-194.

< Previous Page   Next Page >


Page 239 of 380
PDF/HTML Page 268 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૯
(हरिणी)
वचनरचनां त्यक्त्वा भव्यः शुभाशुभलक्षणां
सहजपरमात्मानं नित्यं सुभावयति स्फु टम्
परमयमिनस्तस्य ज्ञानात्मनो नियमादयं
भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम्
।।9।।
(मालिनी)
अनवरतमखंडाद्वैतचिन्निर्विकारे
निखिलनयविलासो न स्फु रत्येव किंचित
अपगत इह यस्मिन् भेदवादस्समस्तः
तमहमभिनमामि स्तौमि संभावयामि
।।9।।
(अनुष्टुभ्)
इदं ध्यानमिदं ध्येयमयं ध्याता फलं च तत
एभिर्विकल्पजालैर्यन्निर्मुक्तं तन्नमाम्यहम् ।।9।।
(अनुष्टुभ्)
भेदवादाः कदाचित्स्युर्यस्मिन् योगपरायणे
तस्य मुक्ति र्भवेन्नो वा को जानात्यार्हते मते ।।9।।
[હવે આ ૧૨૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા સ્ફુટપણે
સહજપરમાત્માને સમ્યક્ પ્રકારે ભાવે છે, તે જ્ઞાનાત્મક પરમ યમીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું
કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી (
અવશ્ય) છે. ૧૯૧.
[શ્લોકાર્થઃ] જે અનવરતપણે (નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર
છે તેમાં (તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નયવિલાસ જરાય સ્ફુરતો જ નથી. જેમાંથી સમસ્ત
ભેદવાદ (નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (તે પરમાત્મપદાર્થને) હું નમું છું, સ્તવું
છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૧૯૨.
[શ્લોકાર્થઃ] આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે
આવી વિકલ્પજાળોથી જે મુક્ત (રહિત) છે તેને (તે પરમાત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩.
[શ્લોકાર્થઃ] જે યોગપરાયણમાં કદાચિત્ ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત્ જે