Niyamsar (Gujarati). Shlok: 198-199.

< Previous Page   Next Page >


Page 242 of 380
PDF/HTML Page 271 of 409

 

(पृथ्वी)
निजात्मगुणसंपदं मम हृदि स्फु रन्तीमिमां
समाधिविषयामहो क्षणमहं न जाने पुरा
जगत्र्रितयवैभवप्रलयहेतुदुःकर्मणां
प्रभुत्वगुणशक्ति तः खलु हतोस्मि हा संसृतौ
।।9।।
(आर्या)
भवसंभवविषभूरुहफलमखिलं दुःखकारणं बुद्ध्वा
आत्मनि चैतन्यात्मनि संजातविशुद्धसौख्यमनुभुंक्ते ।।9 9।।

इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः अष्टमः श्रुतस्कन्धः ।।


લાગતું) એવું જે ભવભવનું સુખ તે સઘળુંય હું આત્મશક્તિથી નિત્ય સમ્યક્ પ્રકારે તજું છું; (અને) જેનો નિજ વિલાસ પ્રગટ થયો છે, જે સહજ પરમ સૌખ્યવાળું છે અને જે ચૈતન્યચમત્કારમાત્ર છે, તેને (તે આત્મતત્ત્વને) હું સર્વદા અનુભવું છું. ૧૯૭.

[શ્લોકાર્થઃ] અહો! મારા હૃદયમાં સ્ફુરાયમાન આ નિજ આત્મગુણસંપદાને કે જે સમાધિનો વિષય છે તેનેમેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહિ. ખરેખર, ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વગુણશક્તિથી (દુષ્ટ કર્મોના પ્રભુત્વ- ગુણની શક્તિથી), અરેરે! હું સંસારમાં માર્યો ગયો છું (હેરાન થઈ ગયો છું). ૧૯૮.

[શ્લોકાર્થઃ] ભવોત્પન્ન (સંસારમાં ઉત્પન્ન થતા) વિષવૃક્ષના સમસ્ત ફળને દુઃખનું કારણ જાણીને હું ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધસૌખ્યને અનુભવું છું. ૧૯૯.

આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર નામનો આઠમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

L

૨૪૨ ]નિયમસાર