Niyamsar (Gujarati). Shlok: 238 Gatha: 142.

< Previous Page   Next Page >


Page 279 of 380
PDF/HTML Page 308 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૭૯
तथा हि
(मंदाक्रांता)
आत्मन्युच्चैर्भवति नियतं सच्चिदानन्दमूर्तौ
धर्मः साक्षात
् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम्
सोऽयं कर्मक्षयकरपटुर्निर्वृतेरेकमार्गः
तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम्
।।२३८।।
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं
जुत्ति त्ति उवाअं ति य णिरवयवो होदि णिज्जुत्ती ।।१४२।।
न वशो अवशः अवशस्य कर्म वाऽवश्यकमिति बोद्धव्यम्
युक्ति रिति उपाय इति च निरवयवो भवति निरुक्ति : ।।१४२।।
રત્નદીપકની નિષ્કંપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી
જ નિષ્કંપપણે અત્યંત પ્રકાશ્યાજાણ્યા કરે છે).’’
વળી (આ ૧૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)
[શ્લોકાર્થ] સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યક-કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી
(ચોક્કસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સત્-ચિદ્-આનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય
છે. તે આ (આત્મસ્થિત ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી
જ હું શીઘ્ર કોઈ (
અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ૨૩૮.
વશ જે નહીં તે ‘અવશ’, ‘આવશ્યક’ અવશનું કર્મ છે;
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
અન્વયાર્થ[न वशः अवशः] જે (અન્યને) વશ નથી તે ‘અવશ’ છે [वा] અને
[अवशस्य कर्म] અવશનું કર્મ તે [आवश्यकम्] ‘આવશ્યક’ છે [इति बोद्धव्यम्] એમ જાણવું;
[युक्ति : इति] તે (અશરીર થવાની) યુક્તિ છે, [उपायः इति च] તે (અશરીર થવાનો)
ઉપાય છે, [निरवयवः भवति] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે.
[निरुक्ति :] આમ નિરુક્તિ છે.