Niyamsar (Gujarati). Gatha: 143.

< Previous Page   Next Page >


Page 281 of 380
PDF/HTML Page 310 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૧
वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण
तम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे ।।१४३।।
वर्तते यः स श्रमणोऽन्यवशो भवत्यशुभभावेन
तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत।।१४३।।
इह हि भेदोपचाररत्नत्रयपरिणतेर्जीवस्यावशत्वं न समस्तीत्युक्त म्
अप्रशस्तरागाद्यशुभभावेन यः श्रमणाभासो द्रव्यलिङ्गी वर्तते स्वस्वरूपादन्येषां
परद्रव्याणां वशो भूत्वा, ततस्तस्य जघन्यरत्नत्रयपरिणतेर्जीवस्य स्वात्माश्रयनिश्चयधर्मध्यान-
लक्षणपरमावश्यककर्म न भवेदिति अशनार्थं द्रव्यलिङ्गं गृहीत्वा स्वात्मकार्यविमुखः सन्
परमतपश्चरणादिकमप्युदास्य जिनेन्द्रमन्दिरं वा तत्क्षेत्रवास्तुधनधान्यादिकं वा सर्वमस्मदीयमिति
मनश्चकारेति
થવાથી) *દુરિતરૂપી તિમિરપુંજનો જેણે નાશ કર્યો છે એવા તે યોગીને સદા પ્રકાશમાન
જ્યોતિ વડે સહજ અવસ્થા પ્રગટવાથી અમૂર્તપણું થાય છે. ૨૩૯.
વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩.
અન્વયાર્થ[यः] જે [अशुभभावेन] અશુભ ભાવ સહિત [वर्तते] વર્તે છે, [सः
श्रमणः] તે શ્રમણ [अन्यवशः भवति] અન્યવશ છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને
[आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्] નથી.
ટીકાઅહીં, ભેદોપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને અવશપણું નથી એમ કહ્યું છે.
જે શ્રમણાભાસદ્રવ્યલિંગી અપ્રશસ્ત રાગાદિરૂપ અશુભભાવ સહિત વર્તે છે, તે નિજ
સ્વરૂપથી અન્ય (ભિન્ન) એવાં પરદ્રવ્યોને વશ છે; તેથી તે જઘન્ય રત્નત્રયપરિણતિવાળા
જીવને સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ નથી. (તે શ્રમણાભાસ)
ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વાત્મકાર્યથી વિમુખ રહેતો થકો પરમ તપશ્ચરણાદિ પ્રત્યે પણ
ઉદાસીન (બેદરકાર) રહીને જિનેન્દ્રમંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન, ધાન્યાદિક બધું
અમારું છે એમ બુદ્ધિ કરે છે.
*દુરિત = દુષ્કૃત; દુષ્કર્મ. (પાપ તેમ જ પુણ્ય બન્ને ખરેખર દુરિત છે.)