Niyamsar (Gujarati). Shlok: 240-242.

< Previous Page   Next Page >


Page 282 of 380
PDF/HTML Page 311 of 409

 

background image
૨૮૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
अभिनवमिदमुच्चैर्मोहनीयं मुनीनां
त्रिभुवनभुवनान्तर्ध्वांतपुंजायमानम्
तृणगृहमपि मुक्त्वा तीव्रवैराग्यभावाद्
वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति
।।२४०।।
(शार्दूलविक्रीडित)
कोपि क्वापि मुनिर्बभूव सुकृती काले कलावप्यलं
मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः
सोऽयं संप्रति भूतले दिवि पुनर्देवैश्च संपूज्यते
मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः
।।२४१।।
(शिखरिणी)
तपस्या लोकेस्मिन्निखिलसुधियां प्राणदयिता
नमस्या सा योग्या शतमखशतस्यापि सततम्
परिप्राप्यैतां यः स्मरतिमिरसंसारजनितं
सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः
।।२४२।।
[હવે આ ૧૪૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] ત્રિલોકરૂપી મકાનમાં રહેલા (મહા) તિમિરપુંજ જેવું મુનિઓનું આ
(કોઈ) નવું તીવ્ર મોહનીય છે કે (પહેલાં) તેઓ તીવ્ર વૈરાગ્યભાવથી ઘાસના ઘરને પણ
છોડીને (પછી) ‘અમારું તે અનુપમ ઘર!’ એમ સ્મરણ કરે છે! ૨૪૦.
[શ્લોકાર્થ] કળિકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ
મળકાદવથી રહિત અને *સદ્ધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના
વિસ્તારને છોડ્યો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે
ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે. ૨૪૧.
[શ્લોકાર્થ] આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય
*સદ્ધર્મરક્ષામણિ = સદ્ધર્મની રક્ષા કરનારો મણિ. (રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી
પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ).