કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૩
(आर्या)
अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम् ।
स्ववशो जीवन्मुक्त : किंचिन्न्यूनो जिनेश्वरादेषः ।।२४३।।
(आर्या)
अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे ।
अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत् ।।२४४।।
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो ।
तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ।।१४४।।
यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः ।
तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत् ।।१४४।।
તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત
સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે! કળિથી હણાયેલો છે ( – કળિકાળથી ઇજા
પામેલો છે). ૨૪૨.
[શ્લોકાર્થઃ — ] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે,
નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન
છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[શ્લોકાર્થઃ — ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ
સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે
છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ
શોભતો નથી). ૨૪૪.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
અન્વયાર્થઃ — [यः] જે (જીવ) [संयतः] સંયત રહેતો થકો [खलु] ખરેખર
[शुभभावे] શુભ ભાવમાં [चरति] ચરે — પ્રવર્તે છે, [सः] તે [अन्यवशः भवेत्] અન્યવશ
*રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો