Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 284 of 380
PDF/HTML Page 313 of 409

 

background image
૨૮૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्राप्यन्यवशस्याशुद्धान्तरात्मजीवस्य लक्षणमभिहितम्
यः खलु जिनेन्द्रवदनारविन्दविनिर्गतपरमाचारशास्त्रक्रमेण सदा संयतः सन्
शुभोपयोगे चरति, व्यावहारिकधर्मध्यानपरिणतः अत एव चरणकरणप्रधानः,
स्वाध्यायकालमवलोकयन् स्वाध्यायक्रियां करोति, दैनं दैनं भुक्त्वा भुक्त्वा
चतुर्विधाहारप्रत्याख्यानं च करोति, तिसृषु संध्यासु भगवदर्हत्परमेश्वरस्तुतिशत-
सहस्रमुखरमुखारविन्दो भवति, त्रिकालेषु च नियमपरायणः इत्यहोरात्रेऽप्येकादशक्रिया-तत्परः,
पाक्षिकमासिकचातुर्मासिकसांवत्सरिकप्रतिक्रमणाकर्णनसमुपजनितपरितोषरोमांच-
कंचुकितधर्मशरीरः, अनशनावमौदर्यरसपरित्यागवृत्तिपरिसंख्यानविविक्त शयनासनकाय-
क्लेशाभिधानेषु षट्सु बाह्यतपस्सु च संततोत्साहपरायणः, स्वाध्यायध्यानशुभाचरणप्रच्युत-
प्रत्यवस्थापनात्मकप्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गनामधेयेषु चाभ्यन्तरतपोनुष्ठानेषु च
છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને [आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्]
નથી.
ટીકાઅહીં પણ (આ ગાથામાં પણ), અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મજીવનું
લક્ષણ કહ્યું છે.
જે (શ્રમણ) ખરેખર જિનેંદ્રના વદનારવિંદમાંથી નીકળેલા પરમ-આચારશાસ્ત્રના ક્રમથી
(રીતથી) સદા સંયત રહેતો થકો શુભોપયોગમાં ચરેપ્રવર્તે છે; વ્યાવહારિક ધર્મધ્યાનમાં
પરિણત રહે છે તેથી જ *ચરણકરણપ્રધાન છે; સ્વાધ્યાયકાળને અવલોકતો થકો
(સ્વાધ્યાયયોગ્ય કાળનું ધ્યાન રાખીને) સ્વાધ્યાયક્રિયા કરે છે, પ્રતિદિન ભોજન કરીને
ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે, ત્રણ સંધ્યાઓ વખતે (સવારે, બપોરે ને સાંજે)
ભગવાન અર્હત્ પરમેશ્વરની લાખો સ્તુતિ મુખકમળથી બોલે છે, ત્રણે કાળે નિયમપરાયણ
રહે છે (અર્થાત્ ત્રણે વખતના નિયમોમાં તત્પર રહે છે),એ રીતે અહર્નિશ (દિવસ-રાત
થઈને) અગિયાર ક્રિયામાં તત્પર રહે છે; પાક્ષિક, માસિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક
પ્રતિક્રમણ સાંભળવાથી ઊપજેલા સંતોષથી જેનું ધર્મશરીર રોમાંચથી છવાઈ જાય છે;
અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ
નામનાં છ બાહ્ય તપમાં જે સતત ઉત્સાહપરાયણ રહે છે; સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી
ચ્યુત થતાં ફરી તેમાં સ્થાપનસ્વરૂપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય અને વ્યુત્સર્ગ નામનાં
*ચરણકરણપ્રધાન = શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એવો