૨૮૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो ।
मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ।।१४५।।
द्रव्यगुणपर्यायाणां चित्तं यः करोति सोप्यन्यवशः ।
मोहान्धकारव्यपगतश्रमणाः कथयन्तीद्रशम् ।।१४५।।
अत्राप्यन्यवशस्य स्वरूपमुक्त म् ।
यः कश्चिद् द्रव्यलिङ्गधारी भगवदर्हन्मुखारविन्दविनिर्गतमूलोत्तरपदार्थसार्थप्रति-
पादनसमर्थः क्वचित् षण्णां द्रव्याणां मध्ये चित्तं धत्ते, क्वचित्तेषां मूर्तामूर्तचेतनाचेतनगुणानां
मध्ये मनश्चकार, पुनस्तेषामर्थव्यंजनपर्यायाणां मध्ये बुद्धिं करोति, अपि तु त्रिकाल-
निरावरणनित्यानंदलक्षणनिजकारणसमयसारस्वरूपनिरतसहजज्ञानादिशुद्धगुणपर्यायाणामाधार-
भूतनिजात्मतत्त्वे चित्तं कदाचिदपि न योजयति, अत एव स तपोधनोऽप्यन्यवश
इत्युक्त : ।
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે,
તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે! ૧૪૫.
અન્વયાર્થઃ — [यः] જે [द्रव्यगुणपर्यायाणां] દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના
વિકલ્પોમાં) [चित्तं करोति] મન જોડે છે, [सः अपि] તે પણ [अन्यवशः] અન્યવશ છે;
[मोहान्धकारव्यपगतश्रमणाः] મોહાન્ધકાર રહિત શ્રમણો [ईद्रशम्] આમ [कथयन्ति] કહે છે.
ટીકાઃ — અહીં પણ અન્યવશનું સ્વરૂપ કહ્યું છે.
ભગવાન અર્હત્ના મુખારવિંદથી નીકળેલા ( – કહેવાયેલા) મૂળ અને ઉત્તર પદાર્થોનું
સાર્થ ( – અર્થ સહિત) પ્રતિપાદન કરવામાં સમર્થ એવો જે કોઈ દ્રવ્યલિંગધારી (મુનિ) ક્યારેક
છ દ્રવ્યોમાં ચિત્ત જોડે છે, ક્યારેક તેમના મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન ગુણોમાં મન જોડે છે
અને વળી ક્યારેક તેમના અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયોમાં બુદ્ધિ જોડે છે, પરંતુ ત્રિકાળ-
નિરાવરણ, નિત્યાનંદ જેનું લક્ષણ છે એવા નિજકારણસમયસારના સ્વરૂપમાં લીન
સહજજ્ઞાનાદિ શુદ્ધગુણપર્યાયોના આધારભૂત નિજ આત્મતત્ત્વમાં ચિત્ત ક્યારેય જોડતો નથી,
તે તપોધનને પણ તે કારણે જ (અર્થાત્ પર વિકલ્પોને વશ થતો હોવાના કારણે જ)
અન્યવશ કહેવામાં આવ્યો છે.