प्रध्वस्तदर्शनचारित्रमोहनीयकर्मध्वांतसंघाताः परमात्मतत्त्वभावनोत्पन्नवीतराग- सुखामृतपानोन्मुखाः श्रवणा हि महाश्रवणाः परमश्रुतकेवलिनः, ते खलु कथयन्तीद्रशम् अन्यवशस्य स्वरूपमिति ।
तथा चोक्त म् —
तथा हि —
જેમણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી તિમિરસમૂહનો નાશ કર્યો છે અને પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન વીતરાગસુખામૃતના પાનમાં જે ઉન્મુખ (તત્પર) છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર અન્યવશનું આવું ( – ઉપર કહ્યા પ્રમાણે) સ્વરૂપ કહે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મકાર્યને છોડીને દ્રષ્ટ તથા અદ્રષ્ટથી વિરુદ્ધ એવી તે ચિંતાથી ( – પ્રત્યક્ષ તથા પરોક્ષથી વિરુદ્ધ એવા વિકલ્પોથી) બ્રહ્મનિષ્ઠ યતિઓને શું પ્રયોજન છે?’’
વળી (આ ૧૪૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જેમ ઇન્ધનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી ઇન્ધન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.