૨૮૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं ।
अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ।।१४६।।
परित्यज्य परभावं आत्मानं ध्यायति निर्मलस्वभावम् ।
आत्मवशः स भवति खलु तस्य तु कर्म भणन्त्यावश्यम् ।।१४६।।
अत्र हि साक्षात् स्ववशस्य परमजिनयोगीश्वरस्य स्वरूपमुक्त म् ।
यस्तु निरुपरागनिरंजनस्वभावत्वादौदयिकादिपरभावानां समुदयं परित्यज्य काय-
करणवाचामगोचरं सदा निरावरणत्वान्निर्मलस्वभावं निखिलदुरघवीरवैरिवाहिनीपताकालुंटाकं
निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्त : । तस्याभेदानुपचाररत्नत्रयात्मकस्य
निखिलबाह्यक्रियाकांडाडंबरविविधविकल्पमहाकोलाहलप्रतिपक्षमहानंदानंदप्रदनिश्चयधर्मशुक्ल-
ध्यानात्मकपरमावश्यककर्म भवतीति ।
પરભાવ છોડી, આત્મને ધ્યાવે વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
અન્વયાર્થઃ — [परभावं परित्यज्य] જે પરભાવને પરિત્યાગીને [निर्मलस्वभावम्] નિર્મળ
સ્વભાવવાળા [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [सः खलु] તે ખરેખર [आत्मवशः
भवति] આત્મવશ છે [तस्य तु] અને તેને [आवश्यम् कर्म] આવશ્યક કર્મ [भणन्ति] (જિનો)
કહે છે.
ટીકાઃ — અહીં ખરેખર સાક્ષાત્ સ્વવશ પરમજિનયોગીશ્વરનું સ્વરૂપ કહ્યું છે.
જે (શ્રમણ) નિરુપરાગ નિરંજન સ્વભાવવાળો હોવાને લીધે ઔદયિકાદિ પરભાવોના
સમુદાયને પરિત્યાગીને, નિજ કારણપરમાત્માને — કે જે (કારણપરમાત્મા) કાયા, ઇન્દ્રિય અને
વાણીને અગોચર છે, સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવવાળો છે અને સમસ્ત
*દુરઘરૂપી વીર શત્રુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે તેને — ધ્યાવે છે, તેને જ ( – તે શ્રમણને
જ) આત્મવશ કહેવામાં આવ્યો છે. તે અભેદ-અનુપચારરત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત
બાહ્યક્રિયાકાંડ-આડંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ +મહા-આનંદાનંદપ્રદ
નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ પરમાવશ્યક-કર્મ છે.
*દુરઘ = દુષ્ટ અઘ; દુષ્ટ પાપ. (અશુભ તેમ જ શુભ કર્મ બંને દુરઘ છે.)
+પરમ આવશ્યક કર્મ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ છે — કે જે ધ્યાનો મહા આનંદ-
આનંદના દેનારાં છે. આ મહા આનંદ-આનંદ વિકલ્પોના મહા કોલાહલથી વિરુદ્ધ છે.