કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૯
(पृथ्वी)
जयत्ययमुदारधीः स्ववशयोगिवृन्दारकः
प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः ।
स्फु टोत्कटविवेकतः स्फु टितशुद्धबोधात्मिकां
सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम् ।।२४७।।
(अनुष्टुभ्)
प्रध्वस्तपंचबाणस्य पंचाचारांचिताकृतेः ।
अवंचकगुरोर्वाक्यं कारणं मुक्ति संपदः ।।२४८।।
(अनुष्टुभ्)
इत्थं बुद्ध्वा जिनेन्द्रस्य मार्गं निर्वाणकारणम् ।
निर्वाणसंपदं याति यस्तं वंदे पुनः पुनः ।।२४9।।
(द्रुतविलंबित)
स्ववशयोगिनिकायविशेषक
प्रहतचारुवधूकनकस्पृह ।
त्वमसि नश्शरणं भवकानने
स्मरकिरातशरक्षतचेतसाम् ।।२५०।।
[હવે આ ૧૪૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ
જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટ-શુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ
મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
[શ્લોકાર્થઃ — ] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-
વીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે — એવા અવંચક (માયાચાર રહિત)
ગુરુનું વાક્ય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[શ્લોકાર્થઃ — ] નિર્વાણનું કારણ એવો જે જિનેંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે
નિર્વાણસંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થઃ — ] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે