आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं ।
शुद्धनिश्चयावश्यकप्राप्त्युपायस्वरूपाख्यानमेतत् ।
इह हि बाह्यषडावश्यकप्रपंचकल्लोलिनीकलकलध्वानश्रवणपराङ्मुख हे शिष्य शुद्ध-
निश्चयधर्मशुक्लध्यानात्मकस्वात्माश्रयावश्यकं संसारव्रततिमूललवित्रं यदीच्छसि, समस्त- विकल्पजालविनिर्मुक्त निरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजसुख- प्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः । अतः परमावश्यकेन
અનન્યબુદ્ધિવાળો રહેતો થકો ( – નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતો થકો) સર્વ કર્મોથી બહાર રહે છે. ૨૫૪.
અન્વયાર્થઃ — [यदि] જો તું [आवश्यकम् इच्छसि] આવશ્યકને ઇચ્છે છે તો તું [आत्मस्वभावेषु] આત્મસ્વભાવોમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोषि] કરે છે; [तेन तु] તેનાથી [जीवस्य] જીવને [सामायिकगुणं] સામાયિકગુણ [सम्पूर्णं भवति] સંપૂર્ણ થાય છે.
ટીકાઃ — આ, શુદ્ધનિશ્ચય-આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે.
બાહ્ય ષટ્-આવશ્યકપ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી ( – વ્યવહાર છ આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી) પરાઙ્મુખ હે શિષ્ય! શુદ્ધનિશ્ચય- ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચય-શુક્લધ્યાનસ્વરૂપ સ્વાત્માશ્રિત આવશ્યકને — કે જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુહાડો છે તેને — જો તું ઇચ્છે છે, તો તું સમસ્ત વિકલ્પજાળ રહિત નિરંજન નિજ પરમાત્માના ભાવોમાં — સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ વગેરેમાં — સતત-નિશ્ચળ સ્થિરભાવ કરે છે; તે હેતુથી (અર્થાત્ તે કારણ વડે) નિશ્ચયસામાયિકગુણ ઊપજતાં, મુમુક્ષુ જીવને બાહ્ય છ આવશ્યકક્રિયાઓથી શું ઊપજ્યું?