Niyamsar (Gujarati). Shlok: 255.

< Previous Page   Next Page >


Page 292 of 380
PDF/HTML Page 321 of 409

 

background image
૨૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निष्क्रियेण अपुनर्भवपुरन्ध्रिकासंभोगहासप्रवीणेन जीवस्य सामायिकचारित्रं सम्पूर्णं भवतीति
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
(मालिनी)
‘‘यदि चलति कथञ्चिन्मानसं स्वस्वरूपाद्
भ्रमति बहिरतस्ते सर्वदोषप्रसङ्गः
तदनवरतमंतर्मग्नसंविग्नचित्तो
भव भवसि भवान्तस्थायिधामाधिपस्त्वम्
।।’’
तथा हि
(शार्दूलविक्रीडित)
यद्येवं चरणं निजात्मनियतं संसारदुःखापहं
मुक्ति श्रीललनासमुद्भवसुखस्योच्चैरिदं कारणम्
बुद्ध्वेत्थं समयस्य सारमनघं जानाति यः सर्वदा
सोयं त्यक्त बहिःक्रियो मुनिपतिः पापाटवीपावकः
।।२५५।।
અનુપાદેય ફળ ઊપજ્યું એવો અર્થ છે. માટે અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીનાં સંભોગ
અને હાસ્ય પ્રાપ્ત કરવામાં પ્રવીણ એવા નિષ્ક્રિય પરમ-આવશ્યકથી જીવને સામાયિકચારિત્ર
સંપૂર્ણ થાય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી યોગીન્દ્રદેવે (અમૃતાશીતિમાં ૬૪ મા શ્લોક દ્વારા) કહ્યું
છે કેઃ
‘‘[શ્લોકાર્થ] જો કોઈ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય અને તેનાથી
બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવે છે, માટે તું સતત અંતર્મગ્ન અને સંવિગ્ન
ચિત્તવાળો થા કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થશે.’’
વળી (આ ૧૪૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થ] જો એ રીતે (જીવને) સંસારદુઃખનાશક નિજાત્મનિયત ચારિત્ર
અનુપાદેય = હેય; નાપસંદ કરવા જેવું; નહિ વખાણવા જેવું.
સંવિગ્ન = સંવેગી; વૈરાગી; વિરક્ત.
નિજાત્મનિયત = નિજ આત્માને વળગેલું; નિજ આત્માને અવલંબતું; નિજાત્માશ્રિત; નિજ આત્મામાં
એકાગ્ર.