Niyamsar (Gujarati). Gatha: 148.

< Previous Page   Next Page >


Page 293 of 380
PDF/HTML Page 322 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૩
आवासएण हीणो पब्भट्ठो होदि चरणदो समणो
पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ।।१४८।।
आवश्यकेन हीनः प्रभ्रष्टो भवति चरणतः श्रमणः
पूर्वोक्त क्रमेण पुनः तस्मादावश्यकं कुर्यात।।१४८।।
अत्र शुद्धोपयोगाभिमुखस्य शिक्षणमुक्त म्
अत्र व्यवहारनयेनापि समतास्तुतिवंदनाप्रत्याख्यानादिषडावश्यकपरिहीणः
श्रमणश्चारित्रपरिभ्रष्ट इति यावत्, शुद्धनिश्चयेन परमाध्यात्मभाषयोक्त निर्विकल्प-
समाधिस्वरूपपरमावश्यकक्रियापरिहीणश्रमणो निश्चयचारित्रभ्रष्ट इत्यर्थः पूर्वोक्त स्ववशस्य
परमजिनयोगीश्वरस्य निश्चयावश्यकक्रमेण स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान-
હોય, તો તે ચારિત્ર મુક્તિશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું
અતિશયપણે કારણ થાય છે;
આમ જાણીને જે (મુનિવર) નિર્દોષ સમયના સારને સર્વદા
જાણે છે, તે આ મુનિપતિકે જેણે બાહ્ય ક્રિયા છોડી છે તેપાપરૂપી અટવીને
બાળનારો અગ્નિ છે. ૨૫૫.
આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે;
તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮.
અન્વયાર્થ[आवश्यकेन हीनः] આવશ્યક રહિત [श्रमणः] શ્રમણ [चरणतः]
ચરણથી [प्रभ्रष्टः भवति] પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે; [तस्मात् पुनः] અને તેથી [पूर्वोक्त क्रम्*ोण]
પૂર્વોક્ત ક્રમથી (પૂર્વે કહેલી વિધિથી) [आवश्यकं कुर्यात्] આવશ્યક કરવું.
ટીકાઅહીં (આ ગાથામાં) શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ કહી છે.
અહીં (આ લોકમાં) વ્યવહારનયે પણ, સમતા, સ્તુતિ, વંદના, પ્રત્યાખ્યાન વગેરે
છ આવશ્યકથી રહિત શ્રમણ ચારિત્રપરિભ્રષ્ટ (ચારિત્રથી સર્વથા ભ્રષ્ટ) છે; શુદ્ધનિશ્ચયે,
પરમ-અધ્યાત્મભાષાથી જેને નિર્વિકલ્પ-સમાધિસ્વરૂપ કહેવામાં આવે છે એવી પરમ
આવશ્યક ક્રિયાથી રહિત શ્રમણ નિશ્ચયચારિત્રભ્રષ્ટ છે;
આમ અર્થ છે. (માટે) સ્વવશ
પરમજિનયોગીશ્વરના નિશ્ચય-આવશ્યકનો જે ક્રમ પૂર્વે કહેવામાં આવ્યો છે તે ક્રમથી
(
તે વિધિથી), સ્વાત્માશ્રિત એવાં નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુક્લધ્યાનસ્વરૂપે, પરમ