૨૯૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्वरूपेण सदावश्यकं करोतु परममुनिरिति ।
(मंदाक्रांता)
आत्मावश्यं सहजपरमावश्यकं चैकमेकं
कुर्यादुच्चैरघकुलहरं निर्वृतेर्मूलभूतम् ।
सोऽयं नित्यं स्वरसविसरापूर्णपुण्यः पुराणः
वाचां दूरं किमपि सहजं शाश्वतं शं प्रयाति ।।२५६।।
(अनुष्टुभ्)
स्ववशस्य मुनीन्द्रस्य स्वात्मचिन्तनमुत्तमम् ।
इदं चावश्यकं कर्म स्यान्मूलं मुक्ति शर्मणः ।।२५७।।
आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा ।
आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा ।।१४9।।
મુનિ સદા આવશ્યક કરો.
[હવે આ ૧૪૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] આત્માએ અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ — કે
જે *અઘસમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ ( – કારણ) છે તેને જ — અતિશયપણે
કરવું. (એમ કરવાથી,) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર
અને પુરાણ (સનાતન) એવો તે આત્મા વાણીથી દૂર (વચન-અગોચર) એવા કોઈ
સહજ શાશ્વત સુખને પામે છે. ૨૫૬.
[શ્લોકાર્થઃ — ] સ્વવશ મુનીંદ્રને ઉત્તમ સ્વાત્મચિંતન (નિજાત્માનુભવન) હોય છે;
અને આ (નિજાત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિસૌખ્યનું કારણ થાય છે. ૨૫૭.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો;
આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯.
*અઘ = દોષ; પાપ. (અશુભ તેમ જ શુભ બન્ને અઘ છે.)