Niyamsar (Gujarati). Shlok: 262 Gatha: 153.

< Previous Page   Next Page >


Page 301 of 380
PDF/HTML Page 330 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૧
(मंदाक्रांता)
आत्मा तिष्ठत्यतुलमहिमा नष्टद्रक्शीलमोहो
यः संसारोद्भवसुखकरं कर्म मुक्त्वा विमुक्तेः
मूले शीले मलविरहिते सोऽयमाचारराशिः
तं वंदेऽहं समरससुधासिन्धुराकाशशांकम्
।।२६२।।
वयणमयं पडिकमणं वयणमयं पच्चखाण णियमं च
आलोयण वयणमयं तं सव्वं जाण सज्झायं ।।१५३।।
वचनमयं प्रतिक्रमणं वचनमयं प्रत्याख्यानं नियमश्च
आलोचनं वचनमयं तत्सर्वं जानीहि स्वाध्यायम् ।।१५३।।
सकलवाग्विषयव्यापारनिरासोऽयम्
पाक्षिकादिप्रतिक्रमणक्रियाकारणं निर्यापकाचार्यमुखोद्गतं समस्तपापक्षयहेतुभूतं
द्रव्यश्रुतमखिलं वाग्वर्गणायोग्यपुद्गलद्रव्यात्मकत्वान्न ग्राह्यं भवति, प्रत्याख्यान-
[શ્લોકાર્થ] દર્શનમોહ અને ચારિત્રમોહ જેના નષ્ટ થયા છે એવો જે અતુલ
મહિમાવાળો આત્મા સંસારજનિત સુખના કારણભૂત કર્મને છોડીને મુક્તિનું મૂળ એવા
મળરહિત ચારિત્રમાં સ્થિત છે, તે આત્મા ચારિત્રનો પુંજ છે. સમરસરૂપી સુધાના સાગરને
ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તે આત્માને હું વંદું છું. ૨૬૨.
રે! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે,
જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩.
અન્વયાર્થ[वचनमयं प्रतिक्रमणं] વચનમય પ્રતિક્રમણ, [वचनमयं प्रत्याख्यानं]
વચનમય પ્રત્યાખ્યાન, [नियमः] (વચનમય) નિયમ [च] અને [वचनमयम् आलोचनं]
વચનમય આલોચના[तत् सर्वं] એ બધું [स्वाध्यायम्] (પ્રશસ્ત અધ્યવસાયરૂપ)
સ્વાધ્યાય [जानीहि] જાણ.
ટીકાઆ, સમસ્ત વચનસંબંધી વ્યાપારનો નિરાસ (નિરાકરણ, ખંડન) છે.
પાક્ષિક આદિ પ્રતિક્રમણક્રિયાનું કારણ એવું જે નિર્યાપક આચાર્યના મુખથી