Niyamsar (Gujarati). Shlok: 263.

< Previous Page   Next Page >


Page 302 of 380
PDF/HTML Page 331 of 409

 

background image
૩૦
૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
नियमालोचनाश्च पौद्गलिकवचनमयत्वात्तत्सर्वं स्वाध्यायमिति रे शिष्य त्वं जानीहि इति
(मंदाक्रांता)
मुक्त्वा भव्यो वचनरचनां सर्वदातः समस्तां
निर्वाणस्त्रीस्तनभरयुगाश्लेषसौख्यस्पृहाढयः
नित्यानंदाद्यतुलमहिमाधारके स्वस्वरूपे
स्थित्वा सर्वं तृणमिव जगज्जालमेको ददर्श
।।२६३।।
तथा चोक्त म्
‘‘परियट्टणं च वायण पुच्छण अणुपेक्खणा य धम्मकहा
थुदिमंगलसंजुत्तो पंचविहो होदि सज्झाउ ।।’’
નીકળેલું, સમસ્ત પાપક્ષયના હેતુભૂત, સઘળું દ્રવ્યશ્રુત તે વચનવર્ગણાયોગ્ય પુદ્ગલદ્રવ્યાત્મક
હોવાથી ગ્રાહ્ય નથી. પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ (પુદ્ગલદ્રવ્યાત્મક હોવાથી)
ગ્રહણ કરવાયોગ્ય નથી. તે બધું પૌદ્ગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે એમ હે
શિષ્ય! તું જાણ.
[હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] આમ હોવાથી, મુક્તિરૂપી સ્ત્રીના પુષ્ટ સ્તનયુગલના આલિંગન-
સૌખ્યની સ્પૃહાવાળો ભવ્ય જીવ સમસ્ત વચનરચનાને સર્વદા છોડીને, નિત્યાનંદ આદિ
અતુલ મહિમાના ધારક નિજસ્વરૂપમાં સ્થિત રહીને, એકલો (નિરાલંબપણે) સર્વ
જગતજાળને (સમસ્ત લોકસમૂહને) તૃણ સમાન (તુચ્છ) દેખે છે. ૨૬૩.
એવી રીતે (શ્રી મૂલાચારમાં પંચાચાર અધિકારને વિષે ૨૧૯ મી ગાથા દ્વારા) કહ્યું
છે કેઃ
‘‘[ગાથાર્થઃ] પરિવર્તન (ભણેલું પાછું ફેરવી જવું તે), વાચના (શાસ્ત્ર-
વ્યાખ્યાન), પૃચ્છના (શાસ્ત્રશ્રવણ), અનુપ્રેક્ષા (અનિત્યત્વાદિ બાર અનુપ્રેક્ષા) અને ધર્મકથા
(૬૩ શલાકાપુરુષોનાં ચરિત્રો)
આમ પાંચ પ્રકારનો, *સ્તુતિ તથા મંગળ સહિત,
સ્વાધ્યાય છે.’’
*સ્તુતિ = દેવ અને મુનિને વંદન. (ધર્મકથા, સ્તુતિ અને મંગળ થઈને સ્વાધ્યાયનો પાંચમો પ્રકાર
ગણાય છે.)