કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૩
जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं ।
सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ।।१५४।।
यदि शक्यते कर्तुम् अहो प्रतिक्रमणादिकं करोषि ध्यानमयम् ।
शक्ति विहीनो यावद्यदि श्रद्धानं चैव कर्तव्यम् ।।१५४।।
अत्र शुद्धनिश्चयधर्मध्यानात्मकप्रतिक्रमणादिकमेव कर्तव्यमित्युक्त म् ।
मुक्ति सुंदरीप्रथमदर्शनप्राभृतात्मकनिश्चयप्रतिक्रमणप्रायश्चित्तप्रत्याख्यानप्रमुखशुद्धनिश्चय-
क्रियाश्चैव कर्तव्याः संहननशक्ति प्रादुर्भावे सति हंहो मुनिशार्दूल परमागममकरंदनिष्यन्दि-
मुखपद्मप्रभ सहजवैराग्यप्रासादशिखरशिखामणे परद्रव्यपराङ्मुखस्वद्रव्यनिष्णातबुद्धे पञ्चेन्द्रिय-
प्रसरवर्जितगात्रमात्रपरिग्रह । शक्ति हीनो यदि दग्धकालेऽकाले केवलं त्वया निजपरमात्म-
तत्त्वश्रद्धानमेव कर्तव्यमिति ।
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો!
કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
અન્વયાર્થઃ — [यदि] જો [कर्तुम् शक्यते] કરી શકાય તો [अहो] અહો! [ध्यानमयम्]
ધ્યાનમય [प्रतिक्रमणादिकं] પ્રતિક્રમણાદિ [करोषि] કર; [यदि] જો [शक्ति विहीनः] તુ
શક્તિવિહીન હોય તો [यावत्] ત્યાં સુધી [श्रद्धानं च एव] શ્રદ્ધાન જ [कर्तव्यम्] કર્તવ્ય છે.
ટીકાઃ — અહીં, શુદ્ધનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે જ કરવાયોગ્ય છે એમ
કહ્યું છે.
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ, પરદ્રવ્યથી પરાઙ્મુખ અને
સ્વદ્રવ્યમાં નિષ્ણાત બુદ્ધિવાળા, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી,
પરમાગમરૂપી *મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હે મુનિશાર્દૂલ! (અથવા
પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હે પદ્મપ્રભ મુનિશાર્દૂલ!) સંહનન અને શક્તિનો
+પ્રાદુર્ભાવ હોય તો મુક્તિસુંદરીના પ્રથમ દર્શનની ભેટસ્વરૂપ નિશ્ચયપ્રતિક્રમણ,
નિશ્ચયપ્રાયશ્ચિત્ત, નિશ્ચયપ્રત્યાખ્યાન વગેરે શુદ્ધનિશ્ચયક્રિયાઓ જ કર્તવ્ય છે. જો આ
*મકરંદ = પુષ્પ-રસ; ફૂલનું મધ.
+પ્રાદુર્ભાવ = પેદા થવું તે; પ્રાકટ્ય; ઉત્પત્તિ.