Niyamsar (Gujarati). Shlok: 264 Gatha: 155.

< Previous Page   Next Page >


Page 304 of 380
PDF/HTML Page 333 of 409

 

background image
૩૦
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शिखरिणी)
असारे संसारे कलिविलसिते पापबहुले
न मुक्ति र्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति
अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां
निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम्
।।२६४।।
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फु डं
मोणव्वएण जोई णियकज्जं साहए णिच्चं ।।१५५।।
जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फु टम्
मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ।।१५५।।
इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्त म्
દગ્ધકાળરૂપ (હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું
શ્રદ્ધાન જ કર્તવ્ય છે.
[હવે આ ૧૫૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ
નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ
શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને
અંગીકૃત કરે છે. ૨૬૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે,
મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
અન્વયાર્થ[जिनकथितपरमसूत्रे] જિનકથિત પરમ સૂત્રને વિષે [प्रतिक्रमणादिकं
स्फु टम् परीक्षयित्वा] પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [मौनव्रतेन] મૌનવ્રત સહિત [योगी]
યોગીએ [निजकार्यम्] નિજ કાર્યને [नित्यम्] નિત્ય
[साधयेत्] સાધવું.
ટીકાઅહીં સાક્ષાત્ અંતર્મુખ પરમજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.