श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतसमस्तपदार्थगर्भीकृतचतुरसन्दर्भे द्रव्यश्रुते शुद्धनिश्चय- नयात्मकपरमात्मध्यानात्मकप्रतिक्रमणप्रभृतिसत्क्रियां बुद्ध्वा केवलं स्वकार्यपरः परमजिनयोगीश्वरः प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनां परित्यज्य निखिलसंगव्यासंगं मुक्त्वा चैकाकीभूय मौनव्रतेन सार्धं समस्तपशुजनैः निंद्यमानोऽप्यभिन्नः सन् निजकार्यं निर्वाणवामलोचनासंभोगसौख्यमूलमनवरतं साधयेदिति ।
शस्ताशस्तां वचनरचनां घोरसंसारकर्त्रीम् ।
स्वात्मन्येव स्थितिमविचलां याति मुक्त्यै मुमुक्षुः ।।२६५।।
मुक्त्वा मुनिः सकललौकिकजल्पजालम् ।
प्राप्नोति नित्यसुखदं निजतत्त्वमेकम् ।।२६६।।
શ્રીમદ્ અર્હત્ના મુખારવિંદથી નીકળેલ સમસ્ત પદાર્થો જેની અંદર સમાયેલ છે એવી ચતુરશબ્દરચનારૂપ દ્રવ્યશ્રુતને વિષે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમાત્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણાદિ સત્ક્રિયાને જાણીને, કેવળ સ્વકાર્યમાં પરાયણ પરમજિનયોગીશ્વરે પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાને પરિત્યાગીને, સર્વ સંગની આસક્તિને છોડી એકલો થઈને, મૌનવ્રત સહિત, સમસ્ત પશુજનો (પશુ સમાન અજ્ઞાની મૂર્ખ મનુષ્યો) વડે નિંદવામાં આવતો હોવા છતાં છે તેને — નિરંતર સાધવું.
[હવે આ ૧૫૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજનકૃત લૌકિક ભયને તેમ જ ઘોર સંસારની કરનારી પ્રશસ્ત-અપ્રશસ્ત વચનરચનાને છોડીને તથા કનક-કામિની સંબંધી મોહને તજીને, મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. ૨૬૫.
[શ્લોકાર્થઃ — ] આત્મપ્રવાદમાં (આત્મપ્રવાદ નામના શ્રુતમાં) કુશળ એવો
*અભિન્ન રહીને, નિજકાર્યને — કે જે નિજકાર્ય નિર્વાણરૂપી સુલોચનાના સંભોગસૌખ્યનું મૂળ
*અભિન્ન = છિન્નભિન્ન થયા વગરનો; અખંડિત; અચ્યુત.