वाग्विषयव्यापारनिवृत्तिहेतूपन्यासोऽयम् ।
जीवा हि नानाविधाः मुक्ता अमुक्ताः, भव्या अभव्याश्च । संसारिणः त्रसाः स्थावराः;
द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंज्ञ्यसंज्ञिभेदात् पंच त्रसाः, पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः ।
भाविकाले स्वभावानन्तचतुष्टयात्मसहजज्ञानादिगुणैः भवनयोग्या भव्याः, एतेषां विपरीता
પરમાત્મજ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી (પ્રસિદ્ધ) સકળ લૌકિક જલ્પજાળને (વચનસમૂહને) તજીને, શાશ્વતસુખદાયક એક નિજ તત્ત્વને પામે છે. ૨૬૬.
અન્વયાર્થઃ — [नानाजीवाः] નાના પ્રકારના જીવો છે, [नानाकर्म] નાના પ્રકારનું કર્મ છે, [नानाविधा लब्धिः भवेत्] નાના પ્રકારની લબ્ધિ છે; [तस्मात्] તેથી [स्वपरसमयैः] સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [वचनविवादः] વચનવિવાદ [वर्जनीयः] વર્જવાયોગ્ય છે.
ટીકાઃ — આ, વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે (અર્થાત્ વચનવિવાદ શા માટે છોડવાયોગ્ય છે તેનું કારણ અહીં કહ્યું છે).
જીવો નાના પ્રકારના છેઃ મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ — ત્રસ અને સ્થાવર. દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય તથા (પંચેંદ્રિય) સંજ્ઞી ને (પંચેંદ્રિય) અસંજ્ઞી એવા ભેદોને લીધે ત્રસ જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ (પાંચ પ્રકારના) સ્થાવર જીવો છે. ભવિષ્ય કાળે સ્વભાવ-અનંત-ચતુષ્ટયાત્મક સહજ- જ્ઞાનાદિ ગુણોરૂપે *ભવનને યોગ્ય (જીવો) તે ભવ્યો છે; આમનાથી વિપરીત (જીવો) તે
૩૦
*ભવન = પરિણમન; થવું તે.