Niyamsar (Gujarati). Shlok: 267 Gatha: 157.

< Previous Page   Next Page >


Page 307 of 380
PDF/HTML Page 336 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૭
ह्यभव्याः कर्म नानाविधं द्रव्यभावनोकर्मभेदात्, अथवा मूलोत्तरप्रकृतिभेदाच्च, अथ
तीव्रतरतीव्रमंदमंदतरोदयभेदाद्वा जीवानां सुखादिप्राप्तेर्लब्धिः कालकरणोपदेशोपशम-
प्रायोग्यताभेदात् पञ्चधा ततः परमार्थवेदिभिः स्वपरसमयेषु वादो न कर्तव्य इति
(शिखरिणी)
विकल्पो जीवानां भवति बहुधा संसृतिकरः
तथा कर्मानेकविधमपि सदा जन्मजनकम्
असौ लब्धिर्नाना विमलजिनमार्गे हि विदिता
ततः कर्तव्यं नो स्वपरसमयैर्वादवचनम्
।।२६७।।
लद्धूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते
तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ।।१५७।।
ખરેખર અભવ્યો છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એવા ભેદોને લીધે, અથવા (આઠ) મૂળ
પ્રકૃતિ અને (એક સો ને અડતાળીસ) ઉત્તર પ્રકૃતિરૂપ ભેદોને લીધે, અથવા તીવ્રતર, તીવ્ર,
મંદ ને મંદતર ઉદયભેદોને લીધે, કર્મ નાના પ્રકારનું છે. જીવોને સુખાદિની પ્રાપ્તિરૂપ લબ્ધિ
કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે પાંચ પ્રકારની છે. માટે
પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવાયોગ્ય નથી.
[ભાવાર્થઃજગતમાં જીવો, તેમનાં કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારનાં છે;
તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી
દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ
રહેવું એ જ કર્તવ્ય છે.]
[હવે આ ૧૫૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] જીવોના, સંસારના કારણભૂત એવા (ત્રસ, સ્થાવર વગેરે) બહુ
પ્રકારના ભેદો છે; એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે; આ
લબ્ધિ પણ વિમળ જિનમાર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે; માટે સ્વસમયો અને પરસમયો
સાથે વચનવિવાદ કર્તવ્ય નથી. ૨૬૭.
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.