Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 308 of 380
PDF/HTML Page 337 of 409

 

background image
૩૦
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થ[एकः] જેમ કોઈ એક (દરિદ્ર માણસ) [निधिम्] નિધિને [लब्ध्वा]
પામીને [सुजनत्वेन] પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી [तस्य फलम्] તેના ફળને
[अनुभवति] ભોગવે છે, [तथा] તેમ [ज्ञानी] જ્ઞાની [परततिम्] પરજનોના સમૂહને [त्यक्त्वा]
છોડીને [ज्ञाननिधिम्] જ્ઞાનનિધિને [भुंक्ते ] ભોગવે છે.
ટીકાઅહીં દ્રષ્ટાંત દ્વારા સહજ તત્ત્વની આરાધનાનો વિધિ કહ્યો છે.
કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત્ કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને, તે નિધિના
ફળને સૌજન્ય અર્થાત્ જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે
છે; આમ દ્રષ્ટાંતપક્ષ છે. દાર્ષ્ટાંતપક્ષે પણ (એમ છે કે)સહજપરમતત્ત્વજ્ઞાની જીવ
ક્વચિત્ આસન્નભવ્યના (આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતાં સહજવૈરાગ્યસંપત્તિ
હોતાં, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુક્તિસુંદરીના
મુખના
મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પર જનોના સમૂહને
ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે.
[હવે આ ૧૫૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છેઃ]
लब्ध्वा निधिमेकस्तस्य फलमनुभवति सुजनत्वेन
तथा ज्ञानी ज्ञाननिधिं भुंक्ते त्यक्त्वा परततिम् ।।१५७।।
अत्र द्रष्टान्तमुखेन सहजतत्त्वाराधनाविधिरुक्त :
कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतोदयेन निधिं लब्ध्वा तस्य निधेः फलं
हि सौजन्यं जन्मभूमिरिति रहस्ये स्थाने स्थित्वा अतिगूढवृत्त्यानुभवति इति द्रष्टान्तपक्षः
दार्ष्टान्तपक्षेऽपि सहजपरमतत्त्वज्ञानी जीवः क्वचिदासन्नभव्यस्य गुणोदये सति
सहजवैराग्यसम्पत्तौ सत्यां परमगुरुचरणनलिनयुगलनिरतिशयभक्त्या मुक्ति सुन्दरीमुख-
मकरन्दायमानं सहजज्ञाननिधिं परिप्राप्य परेषां जनानां स्वरूपविकलानां ततिं समूहं
ध्यानप्रत्यूहकारणमिति त्यजति
૧. દાર્ષ્ટાંત = દ્રષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય.
૨. મકરંદ = પુષ્પ-રસ; ફૂલનું મધ.
૩. સ્વરૂપવિકળ = સ્વરૂપપ્રાપ્તિ વગરના; અજ્ઞાની.