કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૯
[શ્લોકાર્થઃ — ] આ લોકમાં કોઈ એક લૌકિક જન પુણ્યને લીધે ધનના સમૂહને
પામીને, સંગને છોડી ગુપ્ત થઈને રહે છે; તેની માફક જ્ઞાની (પરના સંગને છોડી ગુપ્તપણે
રહી) જ્ઞાનની રક્ષા કરે છે. ૨૬૮.
[શ્લોકાર્થઃ — ] જન્મમરણરૂપ રોગના હેતુભૂત સમસ્ત સંગને છોડીને, હૃદયકમળમાં
૧બુદ્ધિપૂર્વક પૂર્ણવૈરાગ્યભાવ કરીને, સહજ પરમાનંદ વડે જે અવ્યગ્ર (અનાકુળ) છે એવા નિજ
રૂપમાં (પોતાની) ૨શક્તિથી સ્થિત રહીને, મોહ ક્ષીણ હોતાં, અમે લોકને સદા તૃણવત્
અવલોકીએ છીએ. ૨૬૯.
સર્વે પુરાણ જનો અહો એ રીત આવશ્યક કરી,
અપ્રમત્ત આદિ સ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮.
અન્વયાર્થઃ — [सर्वे] સર્વે [पुराणपुरुषाः] પુરાણ પુરુષો [एवम्] એ રીતે [आवश्यकं च]
(शालिनी)
अस्मिन् लोके लौकिकः कश्चिदेकः
लब्ध्वा पुण्यात्कांचनानां समूहम् ।
गूढो भूत्वा वर्तते त्यक्त संगो
ज्ञानी तद्वत् ज्ञानरक्षां करोति ।।२६८।।
(मंदाक्रांता)
त्यक्त्वा संगं जननमरणातंकहेतुं समस्तं
कृत्वा बुद्धया हृदयकमले पूर्णवैराग्यभावम् ।
स्थित्वा शक्त्या सहजपरमानंदनिर्व्यग्ररूपे
क्षीणे मोहे तृणमिव सदा लोकमालोकयामः ।।२६9।।
सव्वे पुराणपुरिसा एवं आवासयं च काऊण ।
अपमत्तपहुदिठाणं पडिवज्ज य केवली जादा ।।१५८।।
सर्वे पुराणपुरुषा एवमावश्यकं च कृत्वा ।
अप्रमत्तप्रभृतिस्थानं प्रतिपद्य च केवलिनो जाताः ।।१५८।।
૧. બુદ્ધિપૂર્વક = સમજણપૂર્વક; વિવેકપૂર્વક; વિચારપૂર્વક.
૨. શક્તિ = સામર્થ્ય; બળ; વીર્ય; પુરુષાર્થ.