Niyamsar (Gujarati). Shlok: 270.

< Previous Page   Next Page >


Page 310 of 380
PDF/HTML Page 339 of 409

 

૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

परमावश्यकाधिकारोपसंहारोपन्यासोऽयम्

स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानस्वरूपं बाह्यावश्यकादिक्रियाप्रतिपक्षशुद्धनिश्चयपरमा- वश्यकं साक्षादपुनर्भववारांगनानङ्गसुखकारणं कृत्वा सर्वे पुराणपुरुषास्तीर्थकरपरमदेवादयः स्वयंबुद्धाः केचिद् बोधितबुद्धाश्चाप्रमत्तादिसयोगिभट्टारकगुणस्थानपंक्ति मध्यारूढाः सन्तः केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः परमावश्यकात्माराधनाप्रसादात् जाताश्चेति

(शार्दूलविक्रीडित)
स्वात्माराधनया पुराणपुरुषाः सर्वे पुरा योगिनः
प्रध्वस्ताखिलकर्मराक्षसगणा ये विष्णवो जिष्णवः
तान्नित्यं प्रणमत्यनन्यमनसा मुक्ति स्पृहो निस्पृहः
स स्यात
् सर्वजनार्चितांघ्रिकमलः पापाटवीपावकः ।।२७०।।

આવશ્યક [कृत्वा] કરીને, [अप्रमत्तप्रभृतिस्थानं] અપ્રમત્તાદિ સ્થાનને [प्रतिपद्य च] પ્રાપ્ત કરી [केवलिनः जाताः] કેવળી થયા.

ટીકાઆ, પરમાવશ્યક અધિકારના ઉપસંહારનું કથન છે.

સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ એવું જે બાહ્ય-આવશ્યકાદિ ક્રિયાથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય-પરમાવશ્યકસાક્ષાત્ અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીના અનંગ (અશરીરી) સુખનું કારણતેને કરીને, સર્વે પુરાણ પુરુષોકે જેમાંથી તીર્થંકર-પરમદેવ વગેરે સ્વયંબુદ્ધ થયા અને કેટલાક બોધિતબુદ્ધ થયા તેઓઅપ્રમત્તથી માંડીને સયોગીભટ્ટારક સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થયા થકા, પરમાવશ્યકરૂપ આત્મારાધનાના પ્રસાદથી કેવળીસકળપ્રત્યક્ષજ્ઞાનધારીથયા.

[હવે આ નિશ્ચય-પરમાવશ્યક અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થ] પૂર્વે જે સર્વ પુરાણ પુરુષોયોગીઓનિજ આત્માની આરાધનાથી સમસ્ત કર્મરૂપી રાક્ષસોના સમૂહનો નાશ કરીને *વિષ્ણુ અને જયવંત થયા (અર્થાત્ સર્વવ્યાપી જ્ઞાનવાળા જિન થયા), તેમને જે મુક્તિની સ્પૃહાવાળો નિઃસ્પૃહ જીવ અનન્ય મનથી નિત્ય પ્રણમે છે, તે જીવ પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન છે અને તેનાં ચરણકમળને સર્વ જનો પૂજે છે. ૨૭૦.

૩૧

*વિષ્ણુ = વ્યાપક. (કેવળી ભગવાનનું જ્ઞાન સર્વને જાણતું હોવાથી તે અપેક્ષાએ તેમને સર્વવ્યાપક
કહેવામાં આવે છે.)