કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૧૧
[શ્લોકાર્થઃ — ] હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને, હે
ચિત્ત! નિર્મળ સુખને અર્થે પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્રરૂપ (શાંતસ્વરૂપી)
પરમાત્મામાં — કે જે (પરમાત્મા) નિત્ય આનંદવાળો છે, નિરુપમ ગુણોથી અલંકૃત છે અને
દિવ્ય જ્ઞાનવાળો છે તેમાં — શીઘ્ર પ્રવેશ કર. ૨૭૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં) નિશ્ચય-પરમાવશ્યક અધિકાર નામનો અગિયારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
(मंदाक्रांता)
मुक्त्वा मोहं कनकरमणीगोचरं हेयरूपं
नित्यानन्दं निरुपमगुणालंकृतं दिव्यबोधम् ।
चेतः शीघ्रं प्रविश परमात्मानमव्यग्ररूपं
लब्ध्वा धर्मं परमगुरुतः शर्मणे निर्मलाय ।।२७१।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयपरमावश्यकाधिकार एकादशमः श्रुतस्कन्धः ।।