तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम् ।।२७३।।
છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે.’’
વળી બીજું પણ (શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્દ્રવ્યસંગ્રહમાં ૪૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે (અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન થાય છે), કારણ કે તેમને બન્ને ઉપયોગો યુગપદ્ હોતા નથી; કેવળીનાથને તે બન્ને યુગપદ્ હોય છે.’’
વળી (આ ૧૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જે ધર્મતીર્થના અધિનાથ (નાયક) છે, જે અસદ્રશ છે (અર્થાત્ જેના સમાન અન્ય કોઈ નથી) અને જે સકળ લોકના એક નાથ છે એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપદ્) વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત્ સૂર્યના નિમિત્તે જીવોનાં નેત્ર દેખવા લાગે છે), તેવી જ રીતે જ્ઞાન અને દર્શન (યુગપદ્) હોય છે (અર્થાત્ તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકીસાથે હોય છે અને વળી સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે). ૨૭૩.