Niyamsar (Gujarati). Shlok: 274-276.

< Previous Page   Next Page >


Page 318 of 380
PDF/HTML Page 347 of 409

 

background image
૩૧
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(वसंततिलका)
सद्बोधपोतमधिरुह्य भवाम्बुराशि-
मुल्लंघ्य शाश्वतपुरी सहसा त्वयाप्ता
तामेव तेन जिननाथपथाधुनाहं
याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम्
।।२७४।।
(मंदाक्रांता)
एको देवः स जयति जिनः केवलज्ञानभानुः
कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित
मुक्ते स्तस्याः समरसमयानंगसौख्यप्रदायाः
को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः
।।२७५।।
(अनुष्टुभ्)
जिनेन्द्रो मुक्ति कामिन्याः मुखपद्मे जगाम सः
अलिलीलां पुनः काममनङ्गसुखमद्वयम् ।।२७६।।
[શ્લોકાર્થ] (હે જિનનાથ!) સદ્જ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને
ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (જે
માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં
ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે? ૨૭૪.
[શ્લોકાર્થ] કેવળજ્ઞાનભાનુ (કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા
તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ (અશરીરી, અતીંદ્રિય)
સૌખ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને
ફેલાવે છે; (કારણ કે) કોણ (પોતાની) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું
નથી? ૨૭૫.
[શ્લોકાર્થ] તે જિનેંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ
કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ
(આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.