કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૧૯
णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव ।
अप्पा सपरपयासो होदि त्ति हि मण्णसे जदि हि ।।१६१।।
ज्ञानं परप्रकाशं द्रष्टिरात्मप्रकाशिका चैव ।
आत्मा स्वपरप्रकाशो भवतीति हि मन्यसे यदि खलु ।।१६१।।
आत्मनः स्वपरप्रकाशकत्वविरोधोपन्यासोऽयम् ।
इह हि तावदात्मनः स्वपरप्रकाशकत्वं कथमिति चेत् । ज्ञानदर्शनादि-
विशेषगुणसमृद्धो ह्यात्मा, तस्य ज्ञानं शुद्धात्मप्रकाशकासमर्थत्वात् परप्रकाशकमेव, यद्येवं
द्रष्टिर्निरंकुशा केवलमभ्यन्तरे ह्यात्मानं प्रकाशयति चेत् अनेन विधिना स्वपरप्रकाशको
ह्यात्मेति हंहो जडमते प्राथमिकशिष्य, दर्शनशुद्धेरभावात् एवं मन्यसे, न खलु
जडस्त्वत्तस्सकाशादपरः कश्चिज्जनः । अथ ह्यविरुद्धा स्याद्वादविद्यादेवता समभ्यर्चनीया
सद्भिरनवरतम् । तत्रैकान्ततो ज्ञानस्य परप्रकाशकत्वं न समस्ति; न केवलं स्यान्मते
દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે,
નિજપરપ્રકાશક જીવ, — એ તુજ માન્યતા અયથાર્થ છે. ૧૬૧.
અન્વયાર્થઃ — [ज्ञानं परप्रकाशं] જ્ઞાન પરપ્રકાશક જ છે [च] અને [द्रष्टिः
आत्मप्रकाशिका एव] દર્શન સ્વપ્રકાશક જ છે [आत्मा स्वपरप्रकाशः भवति] તથા આત્મા
સ્વપરપ્રકાશક છે [इति हि यदि खलु मन्यसे] એમ જો ખરેખર તું માનતો હોય તો તેમાં
વિરોધ આવે છે.
ટીકાઃ — આ, આત્માના સ્વપરપ્રકાશકપણા સંબંધી વિરોધકથન છે.
પ્રથમ તો, આત્માને સ્વપરપ્રકાશકપણું કઈ રીતે છે? (તે વિચારવામાં આવે છે.)
‘આત્મા જ્ઞાનદર્શનાદિ વિશેષ ગુણોથી સમૃદ્ધ છે; તેનું જ્ઞાન શુદ્ધ આત્માને પ્રકાશવામાં
અસમર્થ હોવાથી પરપ્રકાશક જ છે; એ રીતે નિરંકુશ દર્શન પણ કેવળ અભ્યંતરમાં
આત્માને પ્રકાશે છે (અર્થાત્ સ્વપ્રકાશક જ છે). આ વિધિથી આત્મા સ્વપરપ્રકાશક
છે.’ — આમ હે જડમતિ પ્રાથમિક શિષ્ય! જો તું દર્શનશુદ્ધિના અભાવને લીધે માનતો
હોય, તો ખરેખર તારાથી અન્ય કોઈ પુરુષ જડ (મૂર્ખ) નથી.