मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लूनकर्मा ।
ज्ञेयाकारां त्रिलोकीं पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः ।।’’
‘‘[શ્લોકાર્થઃ — ] જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે, જેના સમસ્ત જ્ઞેયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક્ અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.’’
વળી (આ ૧૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જ્ઞાન એક સહજપરમાત્માને જાણીને લોકાલોકને અર્થાત્ લોકાલોક- સંબંધી (સમસ્ત) જ્ઞેયસમૂહને પ્રગટ કરે છે ( – જાણે છે). નિત્ય-શુદ્ધ એવું ક્ષાયિક દર્શન (પણ) સાક્ષાત્ સ્વપરવિષયક છે (અર્થાત્ તે પણ સ્વપરને સાક્ષાત્ પ્રકાશે છે). તે બન્ને (જ્ઞાન તેમ જ દર્શન) વડે આત્મદેવ સ્વપરસંબંધી જ્ઞેયરાશિને જાણે છે (અર્થાત્ આત્મદેવ સ્વપર સમસ્ત પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશે છે). ૨૭૭.