૩૨૨
]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञानं परप्रकाशं तदा ज्ञानेन दर्शनं भिन्नम् ।
न भवति परद्रव्यगतं दर्शनमिति वर्णितं तस्मात् ।।१६२।।
पूर्वसूत्रोपात्तपूर्वपक्षस्य सिद्धान्तोक्ति रियम् ।
केवलं परप्रकाशकं यदि चेत् ज्ञानं तदा परप्रकाशकप्रधानेनानेन ज्ञानेन दर्शनं
भिन्नमेव । परप्रकाशकस्य ज्ञानस्य चात्मप्रकाशकस्य दर्शनस्य च कथं सम्बन्ध इति
चेत् सह्यविंध्ययोरिव अथवा भागीरथीश्रीपर्वतवत् । आत्मनिष्ठं यत् तद् दर्शनमस्त्येव,
निराधारत्वात् तस्य ज्ञानस्य शून्यतापत्तिरेव, अथवा यत्र तत्र गतं ज्ञानं तत्तद्द्रव्यं
सर्वं चेतनत्वमापद्यते, अतस्त्रिभुवने न कश्चिदचेतनः पदार्थः इति महतो
दूषणस्यावतारः । तदेव ज्ञानं केवलं न परप्रकाशकम् इत्युच्यते हे शिष्य तर्हि दर्शनमपि
न केवलमात्मगतमित्यभिहितम् । ततः खल्विदमेव समाधानं सिद्धान्तहृदयं ज्ञान-
અન્વયાર્થઃ — [ज्ञानं परप्रकाशं] જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય [तदा] તો
[ज्ञानेन] જ્ઞાનથી [दर्शनं] દર્શન [भिन्नम्] ભિન્ન ઠરે, [दर्शनम् परद्रव्यगतं न भवति इति
वर्णितं तस्मात्] કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારું
મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
ટીકાઃ — આ, પૂર્વ સૂત્રમાં (૧૬૧મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સિદ્ધાંત સંબંધી
કથન છે.
જો જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો આ પરપ્રકાશનપ્રધાન (પરપ્રકાશક) જ્ઞાનથી
દર્શન ભિન્ન જ ઠરે; (કારણ કે) સહ્યાચલ અને વિંધ્યાચલની માફક અથવા ગંગા અને
શ્રીપર્વતની માફક, પરપ્રકાશક જ્ઞાનને અને આત્મપ્રકાશક દર્શનને સંબંધ કઈ રીતે હોય?
જે આત્મનિષ્ઠ ( – આત્મામાં રહેલું) છે તે તો દર્શન જ છે. અને પેલા જ્ઞાનને તો,
નિરાધારપણાને લીધે (અર્થાત્ આત્મારૂપી આધાર નહિ રહેવાથી), શૂન્યતાની આપત્તિ જ
આવે; અથવા તો જ્યાં જ્યાં જ્ઞાન પહોંચે (અર્થાત્ જે જે દ્રવ્યને જ્ઞાન પહોંચે) તે તે
સર્વ દ્રવ્ય ચેતનપણાને પામે, તેથી ત્રણ લોકમાં કોઈ અચેતન પદાર્થ ન ઠરે એ મોટો
દોષ પ્રાપ્ત થાય. માટે જ (ઉપર કહેલા દોષના ભયથી), હે શિષ્ય! જ્ઞાન કેવળ
પરપ્રકાશક નથી એમ જો તું કહે, તો દર્શન પણ કેવળ આત્મગત (સ્વપ્રકાશક) નથી
એમ પણ (તેમાં સાથે જ) કહેવાઈ ગયું. તેથી ખરેખર સિદ્ધાંતના હાર્દરૂપ એવું આ જ