સમાધાન છે કે જ્ઞાન અને દર્શનને કથંચિત્ સ્વપરપ્રકાશકપણું છે જ. એવી રીતે શ્રી મહાસેનપંડિતદેવે (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મા જ્ઞાનથી (સર્વથા) ભિન્ન નથી, (સર્વથા) અભિન્ન નથી, કથંચિત્ ભિન્નાભિન્ન છે; *પૂર્વાપરભૂત જે જ્ઞાન તે આ આત્મા છે એમ કહ્યું છે.’’
વળી (આ ૧૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] આત્મા (સર્વથા) જ્ઞાન નથી, તેવી રીતે (સર્વથા) દર્શન પણ નથી જ; તે ઉભયયુક્ત (જ્ઞાનદર્શનયુક્ત) આત્મા સ્વપર વિષયને અવશ્ય જાણે છે અને દેખે છે. અઘસમૂહના (પાપસમૂહના) નાશક આત્મામાં અને જ્ઞાનદર્શનમાં સંજ્ઞાભેદે ભેદ ઊપજે છે (અર્થાત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ તેમનામાં ઉપર કહ્યા પ્રમાણે ભેદ છે), પરમાર્થે અગ્નિ અને ઉષ્ણતાની માફક તેમનામાં ( – આત્મામાં અને જ્ઞાનદર્શનમાં) ખરેખર ભેદ નથી ( – અભેદતા છે). ૨૭૮.
*પૂર્વાપર = પૂર્વ અને અપર; પહેલાંનું અને પછીનું.