Niyamsar (Gujarati). Gatha: 163.

< Previous Page   Next Page >


Page 324 of 380
PDF/HTML Page 353 of 409

 

background image
૩૨
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं
ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा ।।१६३।।
आत्मा परप्रकाशस्तदात्मना दर्शनं भिन्नम्
न भवति परद्रव्यगतं दर्शनमिति वर्णितं तस्मात।।१६३।।
एकान्तेनात्मनः परप्रकाशकत्वनिरासोऽयम्
यथैकान्तेन ज्ञानस्य परप्रकाशकत्वं पुरा निराकृतम्, इदानीमात्मा केवलं
परप्रकाशश्चेत् तत्तथैव प्रत्यादिष्टं, भावभाववतोरेकास्तित्वनिर्वृत्तत्वात पुरा किल ज्ञानस्य
परप्रकाशकत्वे सति तद्दर्शनस्य भिन्नत्वं ज्ञातम् अत्रात्मनः परप्रकाशकत्वे सति
तेनैव दर्शनं भिन्नमित्यवसेयम् अपि चात्मा न परद्रव्यगत इति चेत
तद्दर्शनमप्यभिन्नमित्यवसेयम् ततः खल्वात्मा स्वपरप्रकाशक इति यावत यथा
પરને જ જાણે જીવ તો દ્રગ જીવથી ભિન્ન જ ઠરે,
દર્શન નથી પરદ્રવ્યગતએ માન્યતા તુજ હોઈને. ૧૬૩.
અન્વયાર્થ[आत्मा परप्रकाशः] જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય [तदा] તો
[आत्मना] આત્માથી [दर्शनं] દર્શન [भिन्नम्] ભિન્ન ઠરે, [दर्शनं परद्रव्यगतं न भवति इति
वर्णितं तस्मात्] કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મન્તવ્ય)
વર્ણવવામાં આવ્યું છે.
ટીકાઆ, એકાંતે આત્માને પરપ્રકાશકપણું હોવાની વાતનું ખંડન છે.
જેવી રીતે પૂર્વે (૧૬૨મી ગાથામાં) એકાંતે જ્ઞાનને પરપ્રકાશકપણું ખંડિત કરવામાં
આવ્યું, તેવી રીતે હવે જો ‘આત્મા કેવળ પરપ્રકાશક છે’ એમ માનવામાં આવે તો તે
વાત પણ તેવી જ રીતે ખંડન પામે છે, કારણ કે
*ભાવ અને ભાવવાન એક અસ્તિત્વથી
રચાયેલા હોય છે. પૂર્વે (૧૬૨મી ગાથામાં) એમ જણાયું હતું કે જો જ્ઞાન (કેવળ)
પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે! અહીં (આ ગાથામાં) એમ સમજવું કે જો
આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી જ દર્શન ભિન્ન ઠરે! વળી જો ‘આત્મા
*જ્ઞાન ભાવ છે અને આત્મા ભાવવાન છે.