कथंचित्स्वपरप्रकाशकत्वं ज्ञानस्य साधितम् अस्यापि तथा, धर्मधर्मिणोरेकस्वरूपत्वात् पावकोष्णवदिति ।
પરદ્રવ્યગત નથી (અર્થાત્ આત્મા કેવળ પરપ્રકાશક નથી, સ્વપ્રકાશક પણ છે)’ એમ (હવે) માનવામાં આવે તો આત્માથી દર્શનનું (સમ્યક્ પ્રકારે) અભિન્નપણું સિદ્ધ થાય એમ સમજવું. માટે ખરેખર આત્મા સ્વપરપ્રકાશક છે. જેમ (૧૬૨મી ગાથામાં) જ્ઞાનનું કથંચિત્ સ્વપરપ્રકાશકપણું સિદ્ધ થયું તેમ આત્માનું પણ સમજવું, કારણ કે અગ્નિ અને ઉષ્ણતાની માફક ધર્મી અને ધર્મનું એક સ્વરૂપ હોય છે.
[હવે આ ૧૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જ્ઞાનદર્શનધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇન્દ્રિયસમૂહરૂપી હિમને (નષ્ટ કરવા) માટે સૂર્ય સમાન એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાનદર્શનધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે — કે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ૨૭૯.
અન્વયાર્થઃ — [व्यवहारनयेन] વ્યવહારનયથી [ज्ञानं] જ્ઞાન [परप्रकाशं] પરપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન પરપ્રકાશક છે. [व्यवहारनयेन] વ્યવહારનયથી [आत्मा] આત્મા