૩૨
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
व्यवहारनयस्य सफलत्वप्रद्योतनकथनमाह ।
इह सकलकर्मक्षयप्रादुर्भावासादितसकलविमलकेवलज्ञानस्य पुद्गलादिमूर्तामूर्त-
चेतनाचेतनपरद्रव्यगुणपर्यायप्रकरप्रकाशकत्वं कथमिति चेत्, पराश्रितो व्यवहारः इति वचनात्
व्यवहारनयबलेनेति । ततो दर्शनमपि ताद्रशमेव । त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरपरमदेवस्य
शतमखशतप्रत्यक्षवंदनायोग्यस्य कार्यपरमात्मनश्च तद्वदेव परप्रकाशकत्वम् । तेन व्यवहार-
नयबलेन च तस्य खलु भगवतः केवलदर्शनमपि ताद्रशमेवेति ।
तथा चोक्तं श्रुतबिन्दौ —
(मालिनी)
‘‘जयति विजितदोषोऽमर्त्यमर्त्येन्द्रमौलि-
प्रविलसदुरुमालाभ्यर्चितांघ्रिर्जिनेन्द्रः ।
त्रिजगदजगती यस्येद्रशौ व्यश्नुवाते
सममिव विषयेष्वन्योन्यवृत्तिं निषेद्धुम् ।।’’
[परप्रकाशः] પરપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન પરપ્રકાશક છે.
ટીકાઃ — આ, વ્યવહારનયનું સફળપણું દર્શાવનારું કથન છે.
સમસ્ત (જ્ઞાનાવરણીય) કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું સકળ-વિમળ કેવળજ્ઞાન
પુદ્ગલાદિ મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન પરદ્રવ્યગુણપર્યાયસમૂહનું પ્રકાશક કઈ રીતે છે — એવો
અહીં પ્રશ્ન થાય, તો તેનો ઉત્તર એમ છે કે — ‘पराश्रितो व्यवहारः (વ્યવહાર પરાશ્રિત છે)’
એવું (શાસ્ત્રનું) વચન હોવાથી વ્યવહારનયના બળે એમ છે (અર્થાત્ પરપ્રકાશક છે); તેથી
દર્શન પણ તેવું જ ( – વ્યવહારનયના બળે પરપ્રકાશક) છે. વળી ત્રણ લોકના *પ્રક્ષોભના
હેતુભૂત તીર્થંકર-પરમદેવને — કે જેઓ સો ઇન્દ્રોની પ્રત્યક્ષ વંદનાને યોગ્ય છે અને
કાર્યપરમાત્મા છે તેમને — જ્ઞાનની માફક જ (વ્યવહારનયના બળે) પરપ્રકાશકપણું છે; તેથી
વ્યવહારનયના બળે તે ભગવાનનું કેવળદર્શન પણ તેવું જ છે.
એવી રીતે શ્રુતબિન્દુમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેમણે દોષોને જીત્યા છે, જેમનાં ચરણો દેવેંદ્રો તેમ જ નરેંદ્રોના
*પ્રક્ષોભના અર્થ માટે ૮૩મા પાનાનું પદટિપ્પણ જુઓ.