કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૭
तथा हि —
(मालिनी)
व्यवहरणनयेन ज्ञानपुंजोऽयमात्मा
प्रकटतरसुद्रष्टिः सर्वलोकप्रदर्शी ।
विदितसकलमूर्तामूर्ततत्त्वार्थसार्थः
स भवति परमश्रीकामिनीकामरूपः ।।२८०।।
णाणं अप्पपयासं णिच्छयणयएण दंसणं तम्हा ।
अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा ।।१६५।।
ज्ञानमात्मप्रकाशं निश्चयनयेन दर्शनं तस्मात् ।
आत्मा आत्मप्रकाशो निश्चयनयेन दर्शनं तस्मात् ।।१६५।।
મુગટોમાં પ્રકાશતી કીમતી માળાઓથી પૂજાય છે (અર્થાત્ જેમનાં ચરણોમાં ઇન્દ્રો તથા
ચક્રવર્તીઓનાં મણિમાળાયુક્ત મુગટવાળાં મસ્તકો અત્યંત ઝૂકે છે), અને (લોકાલોકના
સમસ્ત) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં
એકી સાથે જ વ્યાપે છે (અર્થાત્ જે જિનેન્દ્રને યુગપદ્ જણાય છે), તે જિનેન્દ્ર જયવંત છે.’’
વળી (આ ૧૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જ્ઞાનપુંજ એવો આ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતાં (અર્થાત્
કેવળદર્શન પ્રગટ થતાં) વ્યવહારનયથી સર્વ લોકને દેખે છે તથા (સાથે વર્તતા
કેવળજ્ઞાનને લીધે) સમસ્ત મૂર્ત-અમૂર્ત પદાર્થસમૂહને જાણે છે. તે (કેવળદર્શનજ્ઞાનયુક્ત)
આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ થાય છે. ૨૮૦.
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે;
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. ૧૬૫.
અન્વયાર્થઃ — [निश्चयनयेन] નિશ્ચયનયથી [ज्ञानम्] જ્ઞાન [आत्मप्रकाशं] સ્વપ્રકાશક
છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન સ્વપ્રકાશક છે. [निश्चयनयेन] નિશ્ચયનયથી [आत्मा]
આત્મા [आत्मप्रकाशः] સ્વપ્રકાશક છે;
[तस्मात्] તેથી [दर्शनम्] દર્શન સ્વપ્રકાશક છે.