૩૨
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निश्चयनयेन स्वरूपाख्यानमेतत् ।
निश्चयनयेन स्वप्रकाशकत्वलक्षणं शुद्धज्ञानमिहाभिहितं तथा सकलावरण-
प्रमुक्त शुद्धदर्शनमपि स्वप्रकाशकपरमेव । आत्मा हि विमुक्त सकलेन्द्रियव्यापारत्वात्
स्वप्रकाशकत्वलक्षणलक्षित इति यावत् । दर्शनमपि विमुक्त बहिर्विषयत्वात् स्वप्रकाशकत्व-
प्रधानमेव । इत्थं स्वरूपप्रत्यक्षलक्षणलक्षिताक्षुण्णसहजशुद्धज्ञानदर्शनमयत्वात् निश्चयेन
जगत्त्रयकालत्रयवर्तिस्थावरजंगमात्मकसमस्तद्रव्यगुणपर्यायविषयेषु “आकाशाप्रकाशकादि-
विकल्पविदूरस्सन् स्वस्वरूपे “संज्ञालक्षणप्रकाशतया निरवशेषेणान्तर्मुखत्वादनवरतम्
अखंडाद्वैतचिच्चमत्कारमूर्तिरात्मा तिष्ठतीति ।
(मंदाक्रांता)
आत्मा ज्ञानं भवति नियतं स्वप्रकाशात्मकं या
द्रष्टिः साक्षात् प्रहतबहिरालंबना सापि चैषः ।
एकाकारस्वरसविसरापूर्णपुण्यः पुराणः
स्वस्मिन्नित्यं नियतवसतिर्निर्विकल्पे महिम्नि ।।२८१।।
ટીકાઃ — આ, નિશ્ચયનયથી સ્વરૂપનું કથન છે.
અહીં નિશ્ચયનયથી શુદ્ધ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશકપણું કહ્યું છે; તેવી રીતે સર્વ
આવરણથી મુક્ત શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક જ છે. આત્મા ખરેખર, તેણે સર્વ ઇન્દ્રિય-
વ્યાપારને છોડ્યો હોવાથી, સ્વપ્રકાશકસ્વરૂપ લક્ષણથી લક્ષિત છે; દર્શન પણ, તેણે
બહિર્વિષયપણું છોડ્યું હોવાથી, સ્વપ્રકાશકત્વપ્રધાન જ છે. આ રીતે સ્વરૂપપ્રત્યક્ષ-લક્ષણથી
લક્ષિત અખંડ-સહજ-શુદ્ધજ્ઞાનદર્શનમય હોવાને લીધે, નિશ્ચયથી, ત્રિલોક-ત્રિકાળવર્તી
સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય-પ્રકાશકાદિ વિકલ્પોથી
અતિ દૂર વર્તતો થકો, સ્વસ્વરૂપસંચેતન જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ
હોવાને લીધે, આત્મા નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યચમત્કારમૂર્તિ રહે છે.
[હવે આ ૧૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ — ] નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક જ્ઞાન છે; જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું
*અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.