Niyamsar (Gujarati). Gatha: 166.

< Previous Page   Next Page >


Page 329 of 380
PDF/HTML Page 358 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૯
अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं
जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ ।।१६६।।
आत्मस्वरूपं पश्यति लोकालोकौ न केवली भगवान्
यदि कोपि भणत्येवं तस्य च किं दूषणं भवति ।।१६६।।
शुद्धनिश्चयनयविवक्षया परदर्शनत्वनिरासोऽयम्
व्यवहारेण पुद्गलादित्रिकालविषयद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकल-
विमलकेवलावबोधमयत्वादिविविधमहिमाधारोऽपि स भगवान् केवलदर्शनतृतीय-
लोचनोऽपि परमनिरपेक्षतया निःशेषतोऽन्तर्मुखत्वात
् केवलस्वरूपप्रत्यक्षमात्रव्यापार-
निरतनिरंजननिजसहजदर्शनेन सच्चिदानंदमयमात्मानं निश्चयतः पश्यतीति शुद्ध-
છે એવું (સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શન તે-રૂપ પણ આત્મા છે. એકાકાર નિજરસના ફેલાવથી
પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન) છે એવો આ આત્મા સદા પોતાના
નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. ૨૮૧.
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬.
અન્વયાર્થ[केवली भगवान्] (નિશ્ચયથી) કેવળી ભગવાન [आत्मस्वरूपं]
આત્મસ્વરૂપને [पश्यति] દેખે છે, [न लोकालोकौ] લોકાલોકને નહિ[एवं] એમ [यदि] જો
[कः अपि भणति] કોઈ કહે તો [तस्य च किं दूषणं भवति] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ
દોષ નથી.)
ટીકાઆ, શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું (પરને દેખવાનું) ખંડન છે.
જોકે વ્યવહારથી એક સમયમાં ત્રણ કાળ સંબંધી પુદ્ગલાદિ દ્રવ્યગુણપર્યાયોને
જાણવામાં સમર્થ સકળ-વિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે,
તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, પરમ નિરપેક્ષપણાને
લીધે નિઃશેષપણે (સર્વથા) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષમાત્ર વ્યાપારમાં લીન
એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ
લોકાલોકને નહિ)
એમ જે કોઈ પણ શુદ્ધ અંતઃતત્ત્વનો વેદનાર (જાણનાર,