Niyamsar (Gujarati). Shlok: 282.

< Previous Page   Next Page >


Page 330 of 380
PDF/HTML Page 359 of 409

 

background image
૩૩
૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निश्चयनयविवक्षया यः कोपि शुद्धान्तस्तत्त्ववेदी परमजिनयोगीश्वरो वक्ति तस्य च न
खलु दूषणं भवतीति
(मंदाक्रांता)
पश्यत्यात्मा सहजपरमात्मानमेकं विशुद्धं
स्वान्तःशुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम्
स्वात्मन्युच्चैरविचलतया सर्वदान्तर्निमग्नं
तस्मिन्नैव प्रकृतिमहति व्यावहारप्रपंचः
।।२८२।।
અનુભવનાર) પરમ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ
નથી.
[હવે આ ૧૬૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] (*નિશ્ચયથી) આત્મા સહજ પરમાત્માને દેખે છેકે જે
પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃશુદ્ધિનું રહેઠાણ હોવાથી (કેવળજ્ઞાનદર્શનાદિ)
મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી
સર્વદા અંતર્મગ્ન છે; સ્વભાવથી મહાન એવા તે આત્મામાં
*વ્યવહારપ્રપંચ નથી જ
(અર્થાત્ નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવારૂપ વ્યવહારવિસ્તાર નથી જ). ૨૮૨.
*અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કેજેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચયકથન
છે અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહારકથન છે; માટે કેવળી ભગવાન લોકાલોકને
પરને જાણે-દેખે છે એમ કહેવું તે વ્યવહારકથન છે અને કેવળી ભગવાન સ્વાત્માને જાણે-દેખે
છે એમ કહેવું તે નિશ્ચયકથન છે. અહીં વ્યવહારકથનનો વાચ્યાર્થ એમ ન સમજવો કે જેમ
છદ્મસ્થ જીવ લોકાલોકને જાણતો-દેખતો જ નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા-
દેખતા જ નથી. છદ્મસ્થ જીવ સાથે સરખામણીની અપેક્ષાએ તો કેવળી ભગવાન લોકાલોકને
જાણે-દેખે છે તે બરાબર સત્ય છે
યથાર્થ છે, કારણ કે તેઓ ત્રિકાળ સંબંધી સર્વ
દ્રવ્યગુણપર્યાયોને યથાસ્થિત બરાબર પરિપૂર્ણપણે ખરેખર જાણે-દેખે છે, ‘કેવળી ભગવાન
લોકાલોકને જાણે-દેખે છે’ એમ કહેતાં પરની અપેક્ષા આવે છે એટલું જ સૂચવવા, તથા કેવળી
ભગવાન જેમ સ્વને તદ્રૂપ થઈને નિજસુખના સંવેદન સહિત જાણે-દેખે છે તેમ લોકાલોકને
(પરને) તદ્રૂપ થઈને પરસુખદુઃખાદિના સંવેદન સહિત જાણતા-દેખતા નથી, પરંતુ પરથી તદ્દન
ભિન્ન રહીને, પરના સુખદુઃખાદિનું સંવેદન કર્યા વિના જાણે-દેખે છે એટલું જ સૂચવવા તેને
વ્યવહાર કહેલ છે.