केवलिभट्टारकस्यामनस्कत्वप्रद्योतनमेतत् ।
भगवतः परमार्हन्त्यलक्ष्मीविराजमानस्य केवलिनः परमवीतरागसर्वज्ञस्य ईहापूर्वकं
न किमपि वर्तनम्; अतः स भगवान् न चेहते मनःप्रवृत्तेरभावात्; अमनस्काः
केवलिनः इति वचनाद्वा न तिष्ठति नोपविशति न चेहापूर्वं श्रीविहारादिकं करोति ।
સાધકદશામાં જે શુદ્ધિ અને અશુદ્ધિના ભેદપ્રભેદો વર્તતા હોય છે તે જિન ભગવાનમાં નથી); રાગના અભાવને લીધે અતુલ-મહિમાવંત એવા તે (ભગવાન) વીતરાગપણે વિરાજે છે. તે શ્રીમાન (શોભાવંત ભગવાન) નિજસુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે અને જ્ઞાનજ્યોતિ વડે તેમણે લોકના વિસ્તારને સર્વતઃ છાઈ દીધો છે. ૨૯૧.
અન્વયાર્થઃ — [केवलिनः] કેવળીને [स्थाननिषप्णविहाराः] ઊભા રહેવું, બેસવું અને વિહાર [ईहापूर्वं] ઇચ્છાપૂર્વક [न भवन्ति] હોતાં નથી, [तस्मात्] તેથી [बंधः न भवति] તેમને બંધ નથી; [मोहनीयस्य] મોહનીયવશ જીવને [साक्षार्थम्] ઇન્દ્રિયવિષયસહિતપણે બંધ થાય છે.
ટીકાઃ — આ, કેવળીભટ્ટારકને મનરહિતપણાનું પ્રકાશન છે (અર્થાત્ અહીં કેવળી- ભગવાનનું મનરહિતપણું દર્શાવ્યું છે).
અર્હંતયોગ્ય પરમ લક્ષ્મીથી વિરાજમાન, પરમવીતરાગ સર્વજ્ઞ કેવળીભગવાનને ઇચ્છાપૂર્વક કાંઈ પણ વર્તન હોતું નથી; તેથી તે ભગવાન (કાંઈ) ઇચ્છતા નથી, કારણ કે મનપ્રવૃત્તિનો અભાવ છે; અથવા, તેઓ ઇચ્છાપૂર્વક ઊભા રહેતા નથી, બેસતા નથી કે શ્રીવિહારાદિક કરતા નથી, કારણ કે ‘अमनस्काः केवलिनः (કેવળીઓ મનરહિત છે)’ એવું શાસ્ત્રનું વચન છે. માટે તે તીર્થંકર-પરમદેવને દ્રવ્યભાવસ્વરૂપ ચતુર્વિધ બંધ (પ્રકૃતિબંધ,
૩૪