ततस्तस्य तीर्थकरपरमदेवस्य द्रव्यभावात्मकचतुर्विधबंधो न भवति । स च बंधः पुनः किमर्थं जातः कस्य संबंधश्च ? मोहनीयकर्मविलासविजृंभितः, अक्षार्थमिन्द्रियार्थं तेन सह यः वर्तत इति साक्षार्थं मोहनीयस्य वशगतानां साक्षार्थप्रयोजनानां संसारिणामेव बंध इति ।
मुक्ति श्रीललनामुखाम्बुजरवेः सद्धर्मरक्षामणेः ।
પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ) થતો નથી.
વળી, તે બંધ (૧) કયા કારણે થાય છે અને (૨) કોને થાય છે? (૧) બંધ મોહનીયકર્મના વિલાસથી ઉત્પન્ન થાય છે. (૨) ‘અક્ષાર્થ’ એટલે ઇન્દ્રિયાર્થ (ઇન્દ્રિયવિષય); અક્ષાર્થ સહિત હોય તે ‘સાક્ષાર્થ’; મોહનીયને વશ થયેલા, સાક્ષાર્થપ્રયોજન ( – ઇન્દ્રિયવિષયરૂપ પ્રયોજનવાળા) સંસારીઓને જ બંધ થાય છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૪૪મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] તે અર્હંતભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ — પ્રયત્ન વિના જ — હોય છે.’’
[હવે આ ૧૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] દેવેંદ્રોનાં આસન કંપાયમાન થવાના કારણભૂત મહા કેવળજ્ઞાનનો